ડ્રેનેજ-હોલમાં પગ ખૂંપી ગયો, બહાર કાઢવા રોડ તોડવો પડ્યો

05 October, 2025 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી

આ ઘટના શુક્રવારે મોડી રાતે બની હતી

જોગેશ્વરી મેટ્રો સ્ટેશનની નીચે રોડ પર રાખવામાં આવેલા ડ્રેનેજ-હોલમાં એક યુવાનનો પગ ખૂંપી ગયો હતો. એને કારણે તે ચાર કલાક સુધી ત્યાં ફસાઈ રહ્યો હતો. ચાર કલાકની ભારે મથામણ બાદ કૉન્ક્રીટના રોડને મશીનથી તોડીને હોલ મોટો કરીને તેનો પગ બહાર કાઢાવામાં આવ્યો હતો. આ ઘટના શુક્રવારે મોડી રાતે બની હતી. સિદ્ધેશ નામના યુવાનનો પગ પાણી વહી જવા માટે કરેલા નાના ડ્રેનેજ-હોલમાં ફસાઈ જતાં તેણે પગ બહાર કાઢવાના બહુ પ્રયાસ કર્યા હતા, પણ પગ બહાર આવ્યો નહોતો. આખરે ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

jogeshwari mumbai metro mumbai mumbai news