જોગેશ્વરીની જય જવાન ગોવિંદા ટીમનો વર્લ્ડ રેકોર્ડ

11 August, 2012 08:25 AM IST  | 

જોગેશ્વરીની જય જવાન ગોવિંદા ટીમનો વર્લ્ડ રેકોર્ડ

 

 

43.79 ફૂટ ઊંચાઈએ બાંધેલી આ મટકી ફોડનાર જય જવાન પથકની આ સિદ્ધિની નોંધ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે લીધી છે. આ પહેલાં સૌથી ઊંચો માનવપિરામિડ બનાવવાનો રેકોર્ડ સ્પેનના કેસલર્સ ધરાવતા હતા. 1981ની 21 ઓક્ટોબરે તેમણે 39 ફૂટ ઊંચો માનવપિરામિડ બનાવ્યો હતો. ગઈ કાલે જય જવાન ગોવિંદા ટીમે આ રેકોર્ડ તોડતાં ત્યાં જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.