Janata Curfew: 'આ સમય મરીન ડ્રાઈવની પાળે બેસીને ટાઈમપાસ કરવાનો નથી'

22 March, 2020 11:57 AM IST  |  Mumbai | Anurag kamble

Janata Curfew: 'આ સમય મરીન ડ્રાઈવની પાળે બેસીને ટાઈમપાસ કરવાનો નથી'

મરીન ડ્રાઈવ

શાળા, કૉલેજો, ધાર્મિક સ્થળો સહિત જાહેર સ્થળો, મૉલ, થિયેટર સહિત મનોરંજનના લગભગ બધા જ ઠામ-ઠેકાણા છેલ્લા અઠવાડિયાથી બંધ હોવાથી મુંબઈગરાંઓ મરીન ડ્રાઈવ, વર્લી સી-ફૅસ, બાંન્દ્રા બૅન્ડસ્ટેન્ડ જેવા સાર્વજનિક સ્થળોએ ફરવા જાય છે. એટલે મુંબઈ પોલીસે આ સ્થળોએ અનાઉન્સમેન્ટ અને કાઉન્સિલિંગ કરીને ભીડ ભેગી ન થવા દેવાનું નક્કી કર્યુઁ છે. કોરોના વાયરસને અટકાવવા માટે 'સૅલ્ફ-આઈસોલેશન' ખુબ જરૂરી છે.

જાહેર સ્થળોએ ભીડ ભેગી ન થાય તેની ખાસ તકેદારી રાખવાની જવાબદારી પોલીસને સોપાઈ છે. જે લોકો આદેશનું ઉલ્લંધન કરશે તેના વિરુધ્ધ પગલા લેવામાં આવશે.

મરીન ડ્રાઈવ, હાજી અલી, વર્લી સી-ફૅસ, બાંન્દ્રા બૅન્ડસ્ટેન્ડ અને કાર્ડર રોડ પર જ્યારે 'મિડડે.કૉમ' એ પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યુઁ ત્યારે વૃધ્ધો અને બાળકો જ જોવા મળ્યાં હતા. મોટાભાગના લોકો તાજી હવાનો અનુભવ કરવા અથવા તો કસરત કરવા નીકળ્યા હતા. પરંતુ તેમણે વિચાર નહીં કર્યો હોય કે બાળકો અને વૃધ્ધોને જ કોરોના વાયરસનો ચેપ લાગવાની વધુ શક્યતા છે.

આજે જનતા ક્ફર્યુ અને 31 માર્ચ સુધી રાજ્યમાં કોઈપણ પ્રકારની હિલચાલ નહીં કરવાના આદેશનું લોકો યોગ્ય રીતે પાલન ન કરતા હોવાથી પોલીસે પગલા લેવાની જરૂરૂ પડી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, ફક્ત સ્થાનિકો જ નહીં પણ કલ્યાણ અને થાણેથી પણ લોકો મરીન ડ્રાઈવનો આ ભાગ્યે જ જોવા મળતો નજારો જોવા આવી રહ્યાં છે. વરિષ્ઠ નાગરિકો પોતાના ખાનગી વાહનો લઈને પણ બહાર નીકળી રહ્યાં છે. એટલે આ સ્થળોએ અમે જાહેરાત કરવાનું શરૂ કર્યું છે. જેથી લોકોને આ બાબતની ગંભીરતાને સમજે. અમારી અનાઉન્સમેન્ટ બાદ પણ જો ભીઢ દેખાશે તો તે લોકો વિરુધ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે

coronavirus covid19 janta curfew mumbai mumbai news marine drive mumbai police