જળગાવમાં લાડકી બહિણ યોજનાનું e-KYC કરી આપવા યુવકે કરી‍ મહિલા પાસે શરીરસુખની માગણી

13 April, 2026 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે આરોપી યુવક સામે વિનયભંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકાર દ્વારા ગરીબ મહિલાઓની મદદ કરવા તેમને દર મહિને ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ’ યોજના હેઠળ ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જોકે યોજનાનો ગેરલાભ અનેક મહિલાઓએ લીધો હોવાનું જણાઈ આવતાં એ માટેના લાભ મેળવવા e-KYC (નો યૉર કસ્ટમર) લાગુ કર્યું છે. જોકે જળગાવમાં એ e-KYC કરી આપવા માટે એક યુવકે મહિલા પાસે શારીરિક સુખની માગણી કરી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. એટલું જ નહીં, યુવકે અન્ય એક મહિલાને પેન્શન સ્કીમ ફરી ચાલુ કરાવી આપું છું કહીને તેની પાસે પણ પ્રેમસંબંધી માગણી કરી હોવાનું જણાયું છે.

લાડકી બહિણ યોજના માટે e-KYC કરાવવા માગતી યુવતી પાસે જ્યારે એ કરી આપવાના બદલામાં આરોપી યુવકે શારીરિક સુખની માગણી કરી ત્યારે તે ચોંકી ઊઠી હતી અને તેની સામે જળગાંવ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી યુવક સામે વિનયભંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.    

mumbai news mumbai jalgaon maharashtra news maharashtra Crime News mumbai crime news sexual crime