આમ્બિ વૅલીમાં ધીર ગુરુદેવનો રવિવારે ચાતુર્માસ પ્રવેશોત્સવ, વિમોચનવિધિ

20 June, 2026 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે ૨૧ જૂને સવારે ૯.૩૦ વાગ્યે પ્રવેશ સ્વાગતયાત્રાનો પ્રારંભ થશે

પૂ. શ્રી ધીરગુરુદેવ

આમ્બિ વૅલી સિટીના આંગણે પૂ. શ્રી ધીરગુરુદેવનો ચાતુર્માસ પ્રવેશોત્સવ રવિવારે ૨૧ જૂને સવારે ૯.૩૦ વાગ્યે ડુંગર દરબાર, ઑડિટોરિયમ, વેસ્ટલેક ખાતે યોજાયો છે. આ પ્રસંગે ગોંડલ સંપ્રદાયનાં પૂ. પલ્લવીજી મ.સ., પૂ. મીનાજી મ.સ. ઠાણા-૪ તથા કચ્છ મોટી પક્ષનાં પૂ. ચંદનાજી મ.સ. આદિ, શ્રમણ સંઘનાં પૂ. સૌરભસુધાજી મ.સ. આદિ, લીંબડી અજરામર સંપ્રદાયનાં પૂ. શુભેચ્છાજી મ.સ. ઠાણા-૮ કુલ ઠાણા ૧૬નાં દર્શનાદિનો લાભ મળશે.

રવિવારે ૨૧ જૂને સવારે ૯.૩૦ વાગ્યે પ્રવેશ સ્વાગતયાત્રાનો પ્રારંભ થશે. એમાં ગોંડલ, અમેરિકા, આફ્રિકા, કલકત્તા, રાયપુર, જળગાવ, યવતમાલ, પુણે, રાજકોટ, જામનગર, ધોરાજી, જૂનાગઢ, કાટકોલા, જશાપર, વડોદરા, ઇન્દોર, અમદાવાદ, નડિયાદ, ધંધુકા, વિરાર વગેરે તેમ જ મુંબઈના વિવિધ સંઘોના ભાવિકો જોડાશે.

પૂ. ગુરુદેવ અમીશા વોરા, વેસ્ટ લેક, વિલા ૧૦૮, જય જિનેન્દ્ર બંગલોમાં બિરાજે છે.

સમારોહ મધ્યે પૂ. શ્રી ઘાસીલાલજી મ.સા. આલેખિત અને અર્ધમાગધી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશમાં પૂ. શ્રી ધીરગુરુદેવ સંપાદિત દશવૈકાલિક સૂત્રની વિમોચનવિધિ યોજાશે. GD જૈનાગમ શ્રુતનિધિ પ્રકાશનનો લાભ માલિની કિશોર સંઘવી પરિવારે લીધો છે.

jain community gujarati community news mumbai mumbai news