હવે જાગરણ પ્રકાશનનું રેડિયો સિટી

17 December, 2014 03:45 AM IST  | 

હવે જાગરણ પ્રકાશનનું રેડિયો સિટી





જાગરણ પ્રકાશન લિમિટેડ (JPL)ના બોર્ડ મેમ્બરોની દિલ્હીમાં મળેલી મીટિંગમાં ગઈ કાલે મ્યુઝિક બ્રૉડકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ (MBPL)ના અધિગ્રહણ દ્વારા કંપનીએ રેડિયો-ઇન્ડસ્ટ્રીમાં શાનદાર એન્ટ્રીના પ્રસ્તાવને મંજૂર કર્યો હતો.

આ ઍક્વિઝિશન મિનિસ્ટ્રી ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગના અપ્રૂવલ અને એક્ઝિક્યુશન ઑફ બાઇન્ડિંગ ઍગ્રીમેન્ટ્સ અંતર્ગત થશે. ઍક્વિઝિશનના ભાગરૂપે MBPLની હોલ્ડિંગ કંપની અને એને ઍક્ટિવેશન્સ પૂરાં પાડતી સબસિડરીને JPL ઍક્વાયર કરશે.

MBPL દેશભરમાં રેડિયો સિટી 91.1 FMના નામે બહોળું રેડિયો-નેટવર્ક ધરાવે છે અને સાત રાજ્યોમાં મળીને ૨૦ જેટલાં રેડિયો-સ્ટેશન ધરાવે છે. આ કંપની દેશભરમાં એના મજબૂત પ્રસારણથી ૧૬ ઍડ્વર્ટાઇઝમેન્ટ રેવન્યુ જનરેટિંગ માર્કેટ્સમાંથી ટૉપ ૧૪માં સામેલ છે અને એનું ફોકસ SEC AB ઑડિયન્સ છે.

MBPLની FY-14 રેવન્યુઝ ૧૬૧.૮ કરોડ રૂપિયાની રહી છે અને H1-FY-15 (અનઑડિટેડ) રેવન્યુઝ ઍડ-રેવન્યુમાં ૨૮ ટકાનો મજબૂત ગ્રોથ દર્શાવી રહ્યું છે. MBPLનું હાલનું ઑપરેટિંગ માર્જિન લગભગ ૨૮ ટકા છે.

જોકે આ ઍક્વિઝિશન શરૂઆતમાં ઇન્ટર્નલ અક્રુઅલ્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા ફન્ડેડ હશે એથી ડિવિડન્ડ્સ ડિસ્ટ્રિબ્યુટ કરવામાં કંપનીની એબિલિટીને કોઈ અસર નહીં થાય.

કંપનીના આ નવા સાહસ વિશે JPLના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર મોહન ગુપ્તાએ કહ્યું હતું કે ‘હાલના ભૂતકાળમાં રેડિયો-બિઝનેસનો દર્શનીય ગ્રોથ થયો છે અને KPMG-FICCI  રિપોર્ટ પ્રમાણે આગામી વર્ષોમાં આ બિઝનેસ ૧૮ ટકાના દરે વિકસિત થવાની ધારણા છે. MBPLની આ ડીલ સાથે JPL રેડિયો-ઇન્ડસ્ટ્રીમાં પણ લીડરની પોઝિશનમાં આવી જશે અને રેડિયો ઍડ્વર્ટાઇઝિંગના ઝડપી ગ્રોથમાંથી પણ લાભ મેળવતું થશે. રેડિયો સિટીના અધિગ્રહણથી દેશના લીડિંગ મીડિયા અને કમ્યુનિકેશન્સ ગ્રુપ તરીકેની JPLની પોઝિશન વધુ મજબૂત થશે. રેડિયો-બિઝનેસથી JPLના પ્રિન્ટ, આઉટડોર ઍક્ટિવેશન અને ડિજિટલ બિઝનેસને મદદ મળશે તેમ જ નૅશનલ અને લોકલ લેવલે કંપની ઍડ્વર્ટાઇઝર્સની વધુ ને વધુ નજીક પહોંચશે.’

JPL વિશે

જાગરણ પ્રકાશન લિમિટેડ ગ્રુપ ૧૨ ન્યુઝપેપરની બ્રૅન્ડ્સ પબ્લિશ કરે છે. એની ૧૦૦થી વધુ એડિશન્સ છે અને ૨૫૦ પ્લસ સબ-એડિશન્સ છે. જાગરણ ગ્રુપ દેશનાં ૧૫ રાજ્યોમાં મળીને પાંચ વિવિધ ભાષાઓમાં અખબારો પ્રકાશિત કરે છે. જાગરણ ગ્રુપ એનાં તમામ પબ્લિકેશન્સની મળીને ૬૮.૦૧ મિલ્યન રીડરશિપ ધરાવે છે અને દેશનું સૌથી મોટું અને બહોળું નેટવર્ક ધરાવતું પ્રિન્ટ મીડિયા ગ્રુપ છે.