ITC Dermafiqueએ ભારતીય ત્વચા પર રિપોર્ટ રજૂ કર્યો

01 May, 2025 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્વચાના પ્રકારો અને મુદ્દાઓ વિશે ભારતીય મહિલાઓમાં જાગૃતિ વધારવા માટે પગલાં લીધાં

(ડાબેથી) R&Dના હેડ ડૉ. વિજયક્રિષ્નન વેણુગોપાલ, ITC લિમિટેડ (પર્સનલ કૅર)નાં માર્કેટિંગનાં વાઇસ પ્રેસિડન્ટ મીનાક્ષી હાંડા, કૉસ્મેટિક ડર્મેટોલૉજિસ્ટ ડૉ. જયશ્રી શરદ, ડર્મેટોલૉજિસ્ટ અને સ્કિન એક્સપર્ટ ડૉ. અપર્ણા સંથાનમ અને લેખક તથા વેલનેસ કોચ વસુધા રાય.

ITC Dermafiqueએ Dermafique Indian Skin Knowledge Centre (DISKC) શરૂ કર્યું છે જે ભારતીય ત્વચાની વિશિષ્ટતા વિશે મહિલાઓને શિક્ષિત કરવા, માહિતી આપવા અને તેમનામાં સ્કિનકૅર વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. આ પહેલના ભાગરૂપે Dermafique Indian Skin Health Report, જે ભારતીય ત્વચાની વિશિષ્ટતા પર કરવામાં આવેલો એક અભ્યાસ છે, પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

તેમણે આપેલા આ રિપોર્ટ મુજબ મોટા ભાગે સ્કિન પર આવતી કરચલીઓને વૃદ્ધત્વના પ્રથમ સંકેત તરીકે માનવામાં આવે છે, પણ લગભગ ૫૦ ટકા ટકા ભારતીય મહિલાઓને પિગ્મેન્ટેશન થાય છે. એમાંથી ૭૪ ટકા ટકા મહિલાઓને ૩૦ વર્ષની ઉંમરે પિગ્મેન્ટેશન થાય છે, સામાન્ય રીતે કરચલીઓ દેખાય એનાથી પહેલાં. આનું કારણ એ છે કે ભારતીય ત્વચામાં વધુ કોલેજન હોય છે જેને લીધે કરચલી મોડી પડે છે. જોકે કોકેશિયનો કરતાં ભારતીય ત્વચામાં ૫૦ ટકા વધુ મેલાનિનની હાજરી ભારતીયોને પિગ્મેન્ટેશનનો શિકાર બનાવે છે.

સ્વતંત્ર સંશોધનપત્રો મુજબ ભારતીય ત્વચામાં રોમછિદ્રોનું કદ ચીની વ્યક્તિઓની ત્વચા કરતાં ચારગણું મોટું અને લગભગ પાંચગણું વધારે ઘનતા ધરાવતું હોય છે. મોટી અને વધુ સંખ્યામાં રોમછિદ્રો ભારતીય ત્વચાની અસમાન રચના અને દેખાવ તરફ દોરી જાય છે, જેને કારણે ગ્લાસ સ્કિન મેળવવી વધુ કઠિન બને છે. જોકે ગ્રાહકો આ અનોખા ભારતીય ત્વચાનાં લક્ષણોથી વાકેફ નથી, કારણ કે રિપોર્ટ મુજબ ફક્ત ૭ ટકા લોકો મોટાં રોમછિદ્રોને એક ચિંતાજનક વિષય માને છે.

નબળું સ્કિન સૌરક્ષણ અને ત્વચા પર ભેજની કમીને કારણે કોકેશિયન ત્વચાની તુલનામાં ભારતીય ત્વચામાં શુષ્કતાની સમસ્યા વધુ હોય છે. કોકેશિયન ત્વચાની તુલનામાં એમાં ૫૦ ટકા વધુ મેલાનિન પણ હોય છે, જેને કારણે એ ટેનિંગ માટે વધુ સંવેદનશીલ બને છે. રિપોર્ટ પર ટિપ્પણી કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કૉસ્મેટિક ત્વચારોગ વિજ્ઞાની અને TedX વક્તા ડૉ. જયશ્રી શરદે કહ્યું હતું કે ‘ભારતીય ત્વચાના વિશિષ્ટ સ્વભાવને ઓળખવો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એનાં ચોક્કસ પડકારો અને જરૂરિયાતો છે જેને ઘણી વાર અવગણવામાં આવે છે.’

નોંધ : ઇન્ડિપેન્ડન્ટ સાયન્ટિફિક રિસર્ચ ​પબ્લિકેશન્સના આધારે આ માહિતી આપવામાં આવી છે.

skin care health tips news mumbai mumbai news