વિદર્ભમાં વરસાદ, મુંબઈમાં કોઈ બદલાવ નહીં

17 March, 2021 09:56 AM IST  |  Mumbai | Pratik Ghogare

રીજનલ મિટિરિયોલૉજીકલ સેન્ટર મુંબઈના જણાવ્યા અનુસાર આજે મુંબઈમાં પારો ૩૬ ડિગ્રીની આસપાસ રહેશે અને વાતાવરણમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે, પરંતુ આવનારા એક બે દિવસમાં વિદર્ભમાં વરસાદ પડશે.

પ્રતીકાત્મક તસવીર

રીજનલ મિટિરિયોલૉજીકલ સેન્ટર મુંબઈના જણાવ્યા અનુસાર આજે મુંબઈમાં પારો ૩૬ ડિગ્રીની આસપાસ રહેશે અને વાતાવરણમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે, પરંતુ આવનારા એક બે દિવસમાં વિદર્ભમાં વરસાદ પડશે. એ વિશે માહિતી આપતાં વેધશાળાના ઑફિસરે કહ્યું હતું કે ‘હાલ અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં એમ બન્ને જગ્યાએ હાઇ પ્રેશર તૈયાર થતું હોય છે. એથી પવન ક્લૉકવાઇઝ ફરતા થાય છે. અરબી સમુદ્રના પવનો જમીન પર આગળ વધે છે. એ જ પ્રમાણે બંગાળના પવનો પણ જમીન તરફ આગળ વધે છે, પણ એમાં બને છે એવું કે બન્ને સામ-સામે આવતા હોવાથી ટકરાય છે (જેને વીન્ડ ડિસકન્ટ્યુનિટી કહેવાય છે ) ત્યારે તે ગરમ હવા-પવનો ઊંચે ચડે છે જેમાં ભેજ પણ હોય છે અને એ પછી તે વરસાદ બની તૂટી પડે છે. 

mumbai mumbai news mumbai rains