લાંચ માગવાના આરોપસર થાણેની મહિલા ઇન્કમ-ટૅક્સ ઑફિસરની થઈ ધરપકડ

02 November, 2012 05:15 AM IST  | 

લાંચ માગવાના આરોપસર થાણેની મહિલા ઇન્કમ-ટૅક્સ ઑફિસરની થઈ ધરપકડ

સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટમાં આરોપીને રજૂ કરીને તેને ૩ નવેમ્બર સુધી કસ્ટડી આપવામાં આવી હતી. આરોપીના ઘર અને ઑફિસમાં તપાસ કરતાં આ કેસના ડૉક્યુમેન્ટ્સ અને તેમના ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા.

સીબીઆઇના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સપ્ટેમ્બરમાં આરોપીએ ફરિયાદી પાસે અઢી લાખ રૂપિયાની લાંચ માગી હતી. ત્યાર બાદ તેણે લાંચની રકમ વધારીને ૬ લાખ રૂપિયા કરી હતી અને જો લાંચની રકમ તાત્કાલિક આપવામાં ન આવે તો તેની ફર્મ પર સર્વે હાથ ધરવામાં આવશે એમ પણ ચૌહાણે કહ્યું હતું. એથી ફરિયાદીએ સીબીઆઇનો સંપર્ક કર્યો હતો અને છટકું ગોઠવીને દોઢ લાખ રૂપિયાની લાંચ લેતી વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.’

સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન