ભ્રષ્ટાચારને સિસ્ટમમાંથી નાબૂદ કરવો બહુ મુશ્કેલ: રાજ્યના પોલીસવડા

26 February, 2021 12:09 PM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

ભ્રષ્ટાચારને સિસ્ટમમાંથી નાબૂદ કરવો બહુ મુશ્કેલ: રાજ્યના પોલીસવડા

રાજ્યના પોલીસવડા હેમંત નગરાળેએ ગઈ કાલે નાગપુરમાં એક ચોંકાવનારું સ્ટેટમેન્ટ કર્યું હતું. નાગપુરના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર સરકારી યંત્રણાનો ભાગ બની ગયો છે. અમે ભ્રષ્ટાચારનું સમર્થન કરીએ છીએ એમ નથી, પણ એને સિસ્ટમમાંથી નાબૂદ કરવો બહુ મુશ્કેલ છે. અમે ફક્ત લાંચ-રુશવત સામે પ્રતિબંધાત્મક કાર્યવાહીઓ વધારીને અધિકારીઓને ભ્રષ્ટ આચરણ કરતા દૂર રાખી શકીએ. સરકારી યંત્રણામાંથી ભ્રષ્ટાચાર ૧૦૦ ટકા દૂર ન કરી શકાય. એટલે જ ભ્રષ્ટાચાર રોકવા માટે જે કાયદો બનાવાયો છે એ કાયદો પણ ભ્રષ્ટાચાર સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવાનું કહે છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું નથી કહેતો.’ 

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર માત્ર પોલીસ-ડિપાર્ટમેન્ટ કે મહેસૂલ વિભાગમાં જ છે એવું નથી. બધા ડિપાર્ટમેન્ટમાંથી ભ્રષ્ટાચારના કેસ સામે આવતા હોય છે.’

mumbai mumbai news mumbai police nagpur