ગૌતમ સિંઘાનિયા પર આવકવેરાના દરોડા

04 November, 2011 09:17 PM IST  | 

ગૌતમ સિંઘાનિયા પર આવકવેરાના દરોડા



(અકેલા)

મુંબઈ, તા. ૪

આઇટીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૫૦ જેટલા અધિકારીઓની ટીમે ગઈ કાલે સવારે ગૌતમ સિંઘાનિયાની મુંબઈ અને દિલ્હીની ઑફિસોમાં છાપો માર્યો હતો, જેમાં થાણે, વરલી અને બૅલાર્ડ પિયર જેવા વિસ્તારોમાં આવેલી ઑફિસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગૌતમ સિંઘાનિયાના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા રેસિડેન્શિયલ પ્રિમાઇસિસમાં પણ છાપો મારવામાં આવ્યો હતો. આ છાપો દિલ્હી ઇન્કમ-ટૅક્સ વિભાગ દ્વારા મારવામાં આવ્યો હતો અને મુંબઈના આઇટી ડિપાર્ટમેન્ટને અસિસ્ટ કરવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે આઇટીના ડિરેક્ટર જનરલ બી. પી. ગૌરે કહ્યું હતું કે મુંબઈના અધિકારીઓએ રેઇડમાં ભાગ નહોતો લીધો.

જ્યારે રેમન્ડ લિમિટેડના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ ગઈ કાલે સવારથી રેમન્ડ લિમિટેડના પ્રિમાઇસિસમાં હતો. અધિકારીઓને તપાસ કરવામાં કો-ઑપરેટ કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આ બાબતે કંઈ કહેવું ઉતાવળિયું કહેવાશે. વખત આવતાં આ બાબતે ચર્ચા કરવામાં આવશે.