Hindustani Bhauને ISI તરફથી મળી જીવથી મારી નાખવાની ધમકી, જુઓ ટ્વિટ

01 July, 2020 07:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Hindustani Bhauને ISI તરફથી મળી જીવથી મારી નાખવાની ધમકી, જુઓ ટ્વિટ

હિન્દુસ્તાની ભાઉ

બિગ-બૉસ 13 ફૅમ હિન્દુસ્તાની ભાઉ હાલ સતત ચર્ચામાં જોડાયેલા છે. હિન્દુસ્તાની ભાઉએ કેટલાક દિવસ પહેલા એકતા કપૂર અને અનુષ્કા શર્મા પર એમની સીરીઝને લઈને નિશાનો સાધ્યો હતો. હવે હિન્દુસ્તાની ભાઉએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. ભાઉનું કહેવું છે કે એમને પાકિસ્તાની એજન્સી આઈએસઆઈના તરફથી કૉલ આવ્યો છે જેમાં એમને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એમણે મુંબઈ પોલીસને પણ એની જાણકારી આપી દીધી છે. ભાઉએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ટ્વિટ દ્વારા આ વિશે જાણકારી આપી છે. સાથે પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને પણ ટેગ કર્યું છે.

હિન્દુસ્તાની ભાઉએ પોતાના ટ્વિટમાં મળેલી ધમકી વિશે વાત કરતા કહ્યું, 'આઈએસઆઈના લેફ્ટનન્ટ કર્નલે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને કહ્યું કે અમારા લોકો તમારા શહેરમાં પહોંચી ગયા છે'. ભાઉએ પોતાના ટ્વિટમાં એ નંબરનો ખુલાસો પણ કર્યો છે, જે નંબરથી એમને કૉલ આવ્યો હતો. ભાઉએ આગળ લખ્યું, આ એ નંબર છે, એના પરથી મને ધમકી આવી રહી છે, મારી પાસે એનું પૂરૂ રેકોર્ડિંગ પણ છે. પોતાના ટ્વિટ સાથે ભાઉએ એ બે નંબર પણ લખ્યા છે અને સાથે જ મુંબઈ પોલીસ કમિશ્નર અને મુંબઈ પોલીસને પણ ટૅગ કર્યું છે. આ ટ્વિટ સિવાય ભાઉએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે આઈએસઆઈના કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. ભાઉના ફોન પર આઈએસઆઈ સ્પષ્ટ લખેલું આવી રહ્યું છે.

આની પહેલા ભાઉ એકતા કપૂર સાથે પંગો લેવાના કારણે ચર્ચામાં આવ્યા હતા. એકતા કપૂરની સીરીઝ ટ્રિપલ એક્સના એક સીન પર ભાઉએ આપત્તિ વ્યક્ત કરી હતી. એટલું જ નહીં ભાઉએ એકતા કપૂર વિરૂદ્ધ એફઆઈઆર પણ નોંધાવી હતી. જોકે જે સીન પર આપત્તિ વ્યક્ત કરી હતી, બાદ એ સીરીઝમાંથી એ સીન હટાવી દીધો હતો. એકતાએ સ્ટેટમેન્ટ જાહેર કરી કહ્યું પણ હતું કે જો આનાથી અમારા સૈનિકો અને એમના પરિવારની લાગણીઓ દુભાય તો અમને દુ:ખ થશે અને તમારે માફી માંગવી પડશે. સાથે જ ભાઉએ અનુષ્કાની સીરીઝ બુલબુલને લઈને પણ સવાલ ઉચક્યા હતા. 

mumbai news mumbai isi pakistan television news Bigg Boss 13