આ વર્ષે લોકલ નહીં?

13 August, 2020 07:26 AM IST  |  Mumbai Desk | Prajakta Kasale

આ વર્ષે લોકલ નહીં?

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે અત્યાર સુધીમાં માત્ર એક લાખ લોકોને ક્યૂઆર કોડ મળ્યા છે. તસવીર : બિપિન કોકાટે

જીવનાવશ્યક સેવાઓમાં કામ કરનારા રેલવેમાં પ્રવાસ કરી રહેલા કર્મચારીઓને ઇશ્યુ કરાયેલા ઈ-પાસની વૈધતાની તારીખ પરથી એવી વાત ફેલાઈ રહી છે કે રેલવેના નિયમિત પ્રવાસીઓને વર્ષના અંત સુધી પ્રવાસ કરવાની પરવાનગી કદાચ નહીં મળી શકે.
સરકારી ડેટાબેઝ મુજબ જેમને ઈ-પાસની જરૂર છે તેવા કુલ ૩.૨ લાખ આવશ્યક સેવાના કર્મચારીઓમાંથી એક લાખથી વધુને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા ક્યુઆર કોડ પ્રાપ્ત થયા છે.
બીએમસીના એક કર્મચારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેને એક એવી સાઇટની લિન્ક મળી હતી જ્યાં જરૂરી વિગતો ભર્યા બાદ એક કલાકમાં ક્યુઆર કોડ મળી ગયો હતો. અહીં પાસધારકના વિભાગ, સંગઠન, માન્યતા અને ક્યુઆર કોડની વિગતોમાં એ 30 ડિસેમ્બર સુધી માન્ય હોવાનું જણાવાયું હતું, જેનો અર્થ થાય છે કે રેલવે ટૂંક સમયમાં અન્ય મુસાફરોને પ્રવાસની મંજૂરી આપવાની કોઈ યોજના ધરાવતી નથી.’
મુંબઈ રેલવે પ્રવાસી સંઘના ઉપપ્રમુખ સિદ્ધેશ દેસાઈએ જણાવ્યું હતું કે ‘સરકાર સંબંધિત લોકો સાથે ચર્ચાવિચારણા કર્યા વિના નિર્ણય લઈ રહી છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા ઘરેથી કામ કરી શકે તેવા ક્રીમી લેયરના કામદારોની સંખ્યા લગભગ ૭૫ લાખ છે અને આ ઉપરાંત લગભગ ૫૦ લાખથી વધુ મુસાફરો કોઈ પણ આવક વિના ઘરે બેઠા છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય બૅન્કના કર્મચારીઓને મુસાફરી કરવાની પરવાનગી આપે છે, પરંતુ ખાનગી બૅન્કોના કર્મચારીને નહીં. એ મંત્રાલયમાં કારકુનોને મંજૂરી આપે છે, પરંતુ ખાનગી ડૉક્ટરોને નહીં. તેઓ અમને બસોમાં દોડવા દે છે, પરંતુ સામાન્ય મુસાફરોને પ્રવાસની મંજૂરી આપવાની કોઈ યોજના ધરાવતી નથી.’
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘મુસાફરોને વારંવાર ઈ-પાસ મેળવવાની પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે એ માટે મહત્તમ સમયગાળા માટે માન્યતા આપવામાં આવી છે.’ તેમણે કહ્યું હતું કે વધુ સૂચના ન મળે ત્યાં સુધી સામાન્ય મુસાફરો માટે ટ્રેનો બંધ રહેશે.

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા ઘરેથી કામ કરી શકે તેવા ક્રીમી લેયરના કામદારોની સંખ્યા લગભગ ૭૫ લાખ છે અને આ ઉપરાંત લગભગ ૫૦ લાખથી વધુ મુસાફરો કોઈ પણ આવક વિના ઘરે બેઠા છે.
- સિદ્ધેશ દેસાઈ, મુંબઈ રેલવે પ્રવાસી સંઘના ઉપપ્રમુખ

mumbai mumbai news prajakta kasale mumbai local train