નરેન્દ્ર મોદી દેશના પ્રાઇમ મિનિસ્ટર છે કે ગુજરાતના? : રાજ ઠાકરે

06 October, 2014 03:05 AM IST  | 

નરેન્દ્ર મોદી દેશના પ્રાઇમ મિનિસ્ટર છે કે ગુજરાતના? : રાજ ઠાકરે




લોકસભાની ચૂંટણી સુધી એ વખતના ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનાં ગુણગાન ગાતા રહેલા પ્ફ્લ્ના ચીફ રાજ ઠાકરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવતાં સુધીમાં હવે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના પ્રખર ટીકાકાર બની ગયા હોવાનું લાગી રહ્યું છે. ગઈ કાલે ભાંડુપમાં પ્ફ્લ્ની રૅલીમાં રાજ ઠાકરેની સ્પીચમાં રાજ્ય સરકારની ટીકા તો હતી જ, પણ નરેન્દ્ર મોદી મુખ્ય નિશાન હતા.

મોદી વિશે શું કહ્યું રાજ ઠાકરેએ?

પ્રાઇમ મિનિસ્ટર બન્યા બાદ નરેન્દ્ર મોદી બદલાઈ ગયા હોવાનું લાગતું હતું, પરંતુ હજી તેઓ ગુજરાતના ચીફ મિનિસ્ટર હોવાનું જ લાગી રહ્યું છે. જ્યાં હોય ત્યાં ગુજરાત-ગુજરાત કરતા રહેતા મોદી દેશના પ્રાઇમ મિનિસ્ટર છે કે ગુજરાતના? તેઓ મહારાષ્ટ્રના બધા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં લઈ જવાની ફિરાકમાં હોવાનું લાગી રહ્યું છે.

મોદી અમેરિકા ગયા ત્યારે ત્યાંના પ્રેસિડન્ટ બરાક ઓબામાએ કેમ છો એમ પૂછ્યું એનો જવાબ મોદી હિન્દીમાં આપી શક્યા હોત, પરંતુ તેમણે એવું ન કર્યું. ત્યાં અંગ્રેજીમાં બોલવાની શું જરૂર હતી? પહેલી બુલેટ ટ્રેન મુંબઈ-દિલ્હીને બદલે મુંબઈ-અમદાવાદ વચ્ચે કેમ? અમદાવાદ જલદીથી પહોંચીને શું ગરમાગરમ ઢોકળાં ખાવા?

બીડની સભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગોપીનાથ મુંડે જીવિત હોત તો મારે પ્રચાર માટે અહીં આવવું જ ન પડત. તો શું BJPમાં મુંડે ગયા બાદ કોઈ નેતા જ નથી બચ્યો? આમ કહીને મોદીએ તેમની પાર્ટીના પ્રદેશના અન્ય નેતાઓને વામણા સાબિત કરી દીધા છે. BJPનાં હોર્ડિંગ્સ કે પ્રચાર-સાહિત્યમાં પણ ક્યાં પ્રદેશના કોઈ નેતાના ફોટો છે?

એકલા હાથે મહારાષ્ટ્રનો ગઢ કબજે કરવા નીકળી પડેલી BJPએ બાવન ઉમેદવાર અન્ય પાર્ટીઓમાંથી ઇમ્ર્પોટ કર્યા છે. BJP પોતાની મેળે જંગ જીતી શકે એમ નથી તેથી અમારા ઉમેદવારોને જ તોડીને ચૂંટણીમાં અમારી સામે મેદાનમાં ઉતાર્યા છે. રામ કદમને ઘાટકોપરમાંથી ઊભા રાખીને તેમણે અમારા ગઢમાં ગાબડું પાડવાની પેરવી કરી છે, પરંતુ તેમનું હે રામ થઈ જવાનું છે.