વેચાયા વગરના ફ્લૅટ્સની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો

18 October, 2014 06:35 AM IST  | 

વેચાયા વગરના ફ્લૅટ્સની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો


દિલ્હી એનસીઆરમાં ૧.૬૭ લાખ યુનિટ વેચાયા વિનાના છે, મુંબઈમાં આ આંકડો ૨.૧૪ લાખ યુનિટનો છે. જો માર્કેટ ફેસ્ટિવલ સીઝનમાં સુધરે તો પણ દિલ્હીમાં રહેલા ફ્લૅટ્સ વેચાતાં ૨૪ મહિનાનો સમયગાળો લાગશે જ્યારે મુંબઈમાં ૩૬ મહિના લાગશે. જોકુ માર્કેટ સુધરશે એવું જાણીને બિલ્ડરો નવા-નવા પ્રોજેક્ટ લૉન્ચ કરે છે. ઇન્વેસ્ટરો પણ રિયલ એસ્ટેટ માર્કેટથી દૂર ભાગી રહ્યા છે અને નવા ફ્લૅ્ટસ ખરીદવા ઇચ્છતા લોકો પાસે ઊંચા ભાવે ખરીદવાના રૂપિયા નથી. ૩૦૦૦ સ્ક્વેર ફૂટથી મોટા ફ્લૅટ્સ વેચાતા નથી. બલ્કમાં એકસાથે સોદો કર્યા બાદ બિલ્ડર બાકીના કસ્ટમરો માટે નાના યુનિટો બાંધી શકતો નથી. એથી મુશ્કેલી ઊભી થાય છે. મોટા ફ્લૅટïસની કિંમત પણ વધારે હોય છે જે મિડલ ક્લાસના લોકો ખરીદી શકુ તેમ હોતું નથી.