Thane:મેટ્રો નીચેથી જતા હોવ તો સાવધાન! ચાલતી કારમાં ઘુસ્યો લોખંડનો સળિયો

05 June, 2023 07:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane)ના તીન હાથ નાકા પર એક વિચિત્ર ઘટના બની છે. મેટ્રો નીચે પસાર થતી કાર પર અચાનક લોખંડનો સળિયો પડ્યો હતો.

લોખંડનો સળિયો કારની છતને વીંધ્યો હતો (તસવીર: અનુરાગ કાંબલે)

મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane)ના તીન હાથ નાકા પર એક વિચિત્ર ઘટના બની છે. અહીં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને તેની નીચે વાહનોની અવરજવર ચાલુ હોય છે. આજે સવારે 11 વાગ્યાની આસપાસ ત્યાંથી પસાર થતી કાર પર અચાનક લોખંડનો સળિયો પડ્યો હતો. સળિયો કારનું રૂફ વિંધી અંદર ઘુસી ગયો હતો.જો કે ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ નથી. આ પછી ટ્રાફિક પોલીસે તુરંત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને ટ્રાફિક જામ થાય તે પહેલા કારને હટાવી હતી. જો કે આ ઘટનાના કારણે સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મેટ્રોનું કામ ચાલુ છે ત્યારે સુરક્ષાની જવાબદારી કોણ લેશે તેવો સવાલ લોકો કરી રહ્યા છે.

મુસાફરના ગળામાં લોખંડનો સળિયો

નોંધનીય છે કે ગત વર્ષે આવા જ એક દુ:ખદ અકસ્માતમાં 35 વર્ષના એક વ્યક્તિનું મોત થયું હતું. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના ગળામાંથી લોખંડનો સળિયો પસાર થયો, જેના કારણે તેનું દર્દનાક મોત થયું. નિલાંચલ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન અલીગઢ નજીક આ ઘટના બની હતી. જે સમયે આ અકસ્માત થયો તે સમયે રેલવે ટ્રેક પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. કોઈએ બેદરકારીથી ત્યાં લોખંડનો સળિયો મૂક્યો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હતી.

આ પણ વાંચો: Mumbai News:પાણીના દરમાં વધારો કરવાની યોજનાનો ભાજપ વિરોધ કરે છે: આશિષ શેલાર

વીજ મીટર લગાવનાર કોન્ટ્રાક્ટર પર ગોળી વાગી હતી

દરમિયાન, એક 52 વર્ષીય કોન્ટ્રાક્ટર, જે થાણે જિલ્લામાં વીજળી મીટર લગાવવાનું કામ કરી રહ્યો હતો, તેના પર કથિત રીતે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તેને ઈજા થઈ હતી. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર ઠાકુરે પીટીઆઈને જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે કોન્ટ્રાક્ટર ટીટવાલા વિસ્તારમાં તેના ઘર પાસે ઊભો હતો. કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને કથિત રૂપે નજીકથી કોન્ટ્રાક્ટર પર ગોળીબાર કર્યો, તેને ઈજા  પણ થઈ હતી.

અધિકારીએ જણાવ્યું કે ઘાયલ કોન્ટ્રાક્ટરને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને બાદમાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પોલીસે ગુનામાં સામેલ લોકોની વિગતો શેર કરી નથી. અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) અને આર્મ્સ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.

thane mumbai news maharashtra mumbai metro