ભારે ધસારાને કારણે રેલવેની બુકિંગ સાઇટ ક્રેશ: લોકો પરેશાન

12 May, 2020 08:13 AM IST  |  Mumbai | Agenciesc

ભારે ધસારાને કારણે રેલવેની બુકિંગ સાઇટ ક્રેશ: લોકો પરેશાન

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના લૉકડાઉનમાં અનેક જગ્યાએ અટકી પડેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાને જવાની સુવિધા મળી રહે એ માટે રેલવે દ્વારા ખાસ ૧૨ મેથી ૧૫ ટ્રેન (ટુ એન્ડ ફ્રો ૩૦) દોડાવવાનું નક્કી કરી એ માટે ૧૧ મે સોમવારે સાંજે ૪ વાગ્યે આઇઆરસીટીસીની વેબસાઇટ પર ટિકિટ બુકિંગ ખૂલશે એવી જાહેરાત કરી હતી. લાંબા સમયથી આ ટ્રેનોની રાહ જોઈ રહેલા લોકોને પહેલાં તો બહુ જ પરેશાન થવું પડ્યું હતું. ૪ વાગ્યે હજારોની સંખ્યામાં યાત્રીઓએ ટિકિટ બુક કરવા લોગ ઇન કર્યું હોવાથી સર્વર એ લોડ લઈ શક્યું નહોતું અને અટકી ગયું હતું અને પછી તો આઇઆરસીટીસીનું હોમ પેજ પણ ખૂલી નહોતું રહ્યું. એ પછી ૬ વાગ્યે બુકિંગ ખૂલશે એવી જાણ કરાઈ હતી. એ પછી પણ એક કલાક સુધી એટલે કે ૭ વાગ્યા સુધી ટિકિટો બુક થઈ શકી નહોતી. લોકો ભારે પરેશાન થઈ ગયા હતા. આખરે ૭ વાગ્યે ટિકિટો બુક થવાનું ચાલુ થયું હતું, પણ ૨૦ જ મિનિટમાં ટ્રેનો ફુલ થઈ ગઈ હતી. વળી જો મુંબઈથી સુરત, વડોદરા, અમદાવાદ, રાજસ્થાન કે દિલ્હી જવું હોય તો એ ટિકિટ બુક થતી હતી પણ જો બીજા દીવસે ત્યાંથી વળતી મુંબઈની ટિકિટ જોઈતી હોય તો એનું બુકિંગ નહોતું થઈ રહ્યું.

mumbai mumbai news irctc indian railways mumbai railways mumbai trains