સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ઈરાની ગૅન્ગ પકડાઈ

18 December, 2020 06:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ઈરાની ગૅન્ગ પકડાઈ

પ્રતીકાત્મક તસવીર

એક મહિલાને વાતોમાં ફસાવીને તેની સોનાની ચેઇન લઈને ફરાર થયેલા આરોપીની શોધખોળ દરમિયાન ભાઈંદરની નવઘર પોલીસને આઠ કેસોમાં વૉન્ટેડ આરોપી અને ભિવંડીના એક મોકા કેસમાં આરોપીને પકડવામાં સફળતા મળી છે. બન્ને આરોપીઓનો ઈરાની ગૅન્ગ સાથે સંબંધ હોવાનું જાણવામાં આવ્યું છે.

પાંચ નવેમ્બરના રોજ સવારે સાડાસાત વાગ્યે, એક ૫૮ વર્ષની મહિલા મૉર્નિંગ વૉક કરતાં સોનમ સાગર બિલ્ડિંગ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બે અજાણ્યા માણસોએ પોતાને પોલીસકર્મી કહેતા, મહિલાને કહ્યું કે ‘ભૂતકાળમાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે, તેણે પણ સોનું પહેર્યું હતું. તેનું ગળું કાપી નાખ્યું હતું.’ આ પ્રકારનો હોબાળો મચાવ્યા બાદ બન્નેએ મહિલાના ગળામાંથી ૧૨.૦૫ ગ્રામની સોનાની ચેઇન કાઢીને તેને એક પડીકીમાં લપેટીને મહિલાને પાછી આપી હતી. આ સમય દરમિયાન તેમણે ચાલાકીપૂર્વક સોનાની ચેઇનને બદલે બીજી પડીકી મહિલાને સોંપી દીધી. એથી મહિલાએ નવઘર પોલીસમાં ફરિયાદ કરી હતી.

mumbai mumbai news bhayander bhiwandi mumbai police