બી.એડની ડિગ્રીના વેચાણના મામલે યુનિવર્સિટીએ આપ્યા તપાસના આદેશ

03 March, 2020 07:51 AM IST  |  Mumbai Desk | Diwakar Sharma, Samiullah Khan

બી.એડની ડિગ્રીના વેચાણના મામલે યુનિવર્સિટીએ આપ્યા તપાસના આદેશ

બોરીવલીના સારસ્વત ભવનમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ ટ્રેઇનિંગ ઍકૅડેમી અને ઇન્સેટમાં એ​િરસ્ટો ઍકૅડેમીના પ્રૉપ્રાઇટર સુનીલ ફો‌ન્સ્કા.

કૉલેજમાં ગયા વિના કે પરીક્ષા આપ્યા વિના જ બૅચલર્સ ઑફ એજ્યુકેશન (બી.એડ)ની ડિગ્રી મેળવી આપનારા કોચિંગ સેન્ટરનો ‘મિડ-ડે’એ પર્દાફાશ કર્યાના બીજા દિવસે મુંબઈ યુનિવર્સિટીના બોર્ડ ઑફ એક્ઝામિનેશનના ડિરેક્ટર ડૉ. વિનોદ પાટીલે ડિગ્રીના દલાલો કેવી રીતે ઉમેદવારો માટે સાચી ડિગ્રી મેળવી આપે છે એની તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો હતો તથા ઉમેદવારોને આવી ગેરરીતિ સાથે સંકળાયેલા ક્લાસિસનાં નામ જાહેર કરવાની અપીલ કરી હતી. રાજ્યના હાયર અને ટેક્નિકલ એજ્યુકેશન ખાતાના પ્રધાન ઉદય સામંતે પણ ‘મિડ-ડે’ના રિપોર્ટને સંજ્ઞાનમાં લીધો હતો.

શિક્ષણક્ષેત્રે ચાલી રહેલી ગેરરીતિઓ વિશે અમે ‘મિડ-ડે’ના રિપોર્ટ પરથી જાણ્યું એમ કહેતાં સામંતે ઉમેર્યું હતું કે ‘અમે મુંબઈ યુનિવર્સિટીના અધિકારીઓ અને રાજ્યના વહીવટી ખાતાના અધિકારીઓની મીટિંગ યોજી છે. દોષીઓ વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવશે. કોચિંગ ક્લાસિસના ઓઠા હેઠળ કામ કરતા શિક્ષણના દલાલો વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે. આવાં તમામ કેન્દ્રોને તાત્કાલિક બંધ કરવામાં આવશે.

દોઢથી અઢી લાખ રૂપિયામાં ઉમેદવારે કૉલેજમાં ન જવું પડે તથા ચાર લાખ રૂપિયામાં તેમના સ્થાને પ્રોક્સી ઉમેદવાર બેસાડાય એવી ગોઠવણ કરાશે એવી કોચિંગ ક્લાસિસના માલિકોની વાતને ‘મિડ-ડે’એ કૅમેરામાં ઝીલી લીધી હતી. દરમ્યાન ‘મિડ-ડે’એ ડે કોચિંગ ક્લાસિસની મુલાકાત લીધી હતી એ તમામ ક્લાસિસ જેમ કે કાલ‌િનામાં એરિસ્ટો ઍકૅડેમી, બોરીવલીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ ટ્રેઇનિંગ ઍકૅડેમી, ભાઈંદરમાં કરીઅર ઍકૅડેમી અને દહિસરમાં ફ્યુઝન સાયન્સ ક્લાસિસ સોમવારે રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા.

diwakar sharma samiullah khan mumbai borivali mumbai news