જીએસટીનું ૨૯૦ કરોડનું કૌભાંડ પકડાયું

08 December, 2020 08:39 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

જીએસટીનું ૨૯૦ કરોડનું કૌભાંડ પકડાયું

પ્રતીકાત્મક તસવીર

જીએસટી ઇન્ટેલિજન્સ (નાગપુર)ના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું કે એક ખાનગી કંપનીની તપાસ બાદ ૨૫.૨૨ કરોડ રૂપિયાના બનાવટી ઇનપુટ ટૅક્સ ક્રેડિટ સહિત કુલ ૨૯૦.૭૦ કરોડ રૂપિયાનો ખોટી રીતે કરાયેલો નાણાકીય વ્યવહાર જાહેર થયો હતો. તપાસ બાદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

ડીજીજીઆઇની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર ધુળેમાં અસ્તિત્વમાં નહોતી એવી કંપનીની તપાસના ફૉલોઅપના ભાગરૂપે મુંબઈસ્થિત એમ. એમ. ઍડ્વાઇઝર્સ ઍન્ડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડની તપાસ કરવામાં આવી હતી.

આ તપાસમાં કેટલાક એવા દસ્તાવેજો જાહેર થયા હતા જેમાં એ સ્પષ્ટ થતું હતું કે કંપની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચૅનલના પ્રોડક્શન હાઉસ માટેના લાઇસન્સિંગ રાઇટ્સના કાર્ય સાથે સંકળાયેલી હતી.

આ કંપની ટોચના બૅનર દ્વારા નિર્મિત ફિલ્મોના હક્કો ખરીદીને  કૉન્ટ્રૅક્ટ સિસ્ટમ હેઠળ તેના રાઇટ્સ ટ્રાન્સફર કરતી હતી. આ પ્રક્રિયામાં ઇનપુટ ટૅક્સ ક્રેડિટ મળે છે. અમે તપાસમાં ૨૫.૨૨ કરોડ રૂપિયાના ઇનપુટ ટૅક્સ ક્રેડિટ સહિત ૨૯૦.૭૦ કરોડ રૂપિયાના બનાવટી ટ્રાન્ઝેક્શન જાહેર કર્યા હતા.

કંપનીના ડિરેક્ટરની પાંચ ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

nagpur goods and services tax