આત્મહત્યાના કેસ મામલે યશરાજ ફિલ્મ્સનાં મહિલા કાસ્ટિંગ ડિરેક્ટરની પૂછપરછ

28 June, 2020 01:28 PM IST  |  Mumbai Desk | Faizan Khan

આત્મહત્યાના કેસ મામલે યશરાજ ફિલ્મ્સનાં મહિલા કાસ્ટિંગ ડિરેક્ટરની પૂછપરછ

સુશાંત સિંહ રાજપૂત

સુશાત સિંહ રાજપૂતની કરીઅર ખતમ કરવા બૉલીવુડના કેટલાક લોકો તેને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા હતા એથી આત્મહત્યા કરતાં પહેલાં તે ખૂબ ડિસ્ટર્બ હતો, એમ તેના કેટલાક નજીકના લોકોએ તેમનાં સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે એમ બાંદરા પોલીસે કહ્યું છે. 

નામ ન આપવાની શરતે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘સુશાંત સિંહ સોશ્યલ મીડિયામાં ઑનલાઇન પૉર્ટલ પર અને કેટલાંક ન્યુઝ પેપરમાં તેના વિશે છપાયેલી સ્ટોરીઓથી ડિસ્ટર્બ હતો. તે ઑલરેડી ડિપ્રેશનમાં હતો અને તેમાં આવા ન્યુઝ છપાતાં તે વધુ ડિસ્ટર્બ થઈ ગયો હતો. મીડિયામાં તેના વિશે લખાયેલા આર્ટિકલમાં તેને વુમનાઇઝર, ડ્રગ ઍડિક્ટ અને બેજવાબદાર ચિતરવામાં આવ્યો હતો. એથી તેને ચિંતા હતી કે કોઈ તેની કરીઅર જાણીજોઈને ખતમ કરવા માગે છે.’

અમે તેની પ્રોફેશનલ રાઇવલરીના ઍન્ગલ પર પણ તપાસ ચલાવી રહ્યાં છીએ ત્યારે એ આર્ટિકલને પણ અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ. શું તેની કરીઅર ખતમ કરવા એ આર્ટિકલ લખાવવામાં આવેલા કે કેમ એની પણ તપાસ કરીશું. અમે આ સંદર્ભે એ પૉર્ટલ ચલાવનાર વ્યક્તિને સમન્સ મોકલાવ્યું છે અને સાથે કેટલાક લોકોનાં સ્ટેટમેન્ટ પણ નોંધ્યાં છે.

પોલીસે શનિવારે યશરાજ ફિલ્મ્સનાં કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ કરી હતી, એમ ઝોન-૯ના ડીસીપી અભિષેક ત્રિમુખેએ કહ્યું હતું. પોલીસ એ જાણવા માગે છે કે તેની આત્મહત્યા પાછળ કોઈ પ્રોફેશનલ રાઇવલરી હતી કે નહીં.

એક અધિકારીએ કહ્યું હતું કે ‘અન્ય પ્રોડક્શન હાઉસના અધિકારીઓને આવનારા સમયમાં પૂછપરછ માટે બોલાવાય એવી શક્યતા છે. શાનુ શર્મા બૉલીવુડનાં જાણીતા મહિલા કાસ્ટિંગ ડિરેક્ટર છે, જેમણે યશરાજ ફિલ્મ્સ માટે રણવીર કપૂર, અર્જુન કપૂર અને વાણી કપૂર જેવા અભિનેતા અને અભિનેત્રીઓને કાસ્ટ કર્યાં હતાં. તેમણે સુશાંત સિંહ રાજપૂત સાથે યશરાજની શુદ્ધ દેશી રોમાન્સ અને ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષીમાં કામ કર્યું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધી ૨૪ જણનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે.

વધુમાં શનિવારે બાંદરા પોલીસે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીનું પણ સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. સુશાંત સિંહે રિયા અને તેના ભાઈ શોવિક સાથે ૩ સ્ટ્રાટ-અપ શરૂ કર્યાં હતાં. એની ફાઇનૅન્શિયલ વિગતો પોલીસે જાણવા માગી હતી.

mumbai mumbai news faizan khan