મોંઘવારીએ શરાબ અને શબાબ પણ છોડાવ્યા

07 November, 2011 07:24 PM IST  | 

મોંઘવારીએ શરાબ અને શબાબ પણ છોડાવ્યા



મોંઘા દારૂ અને ઊંચા કરવેરાએ મુંબઈગરાની પાર્ટીઓ ઓછી કરી

તેઓ કહે છે કે મોટા ભાગના લોકો હવે ઘરે જ પાર્ટીઓ મનાવવાનું પસંદ કરે છે એટલે બૅન્ક્વેટ હૉલમાં પાર્ટીઓ યોજવાનું ઓછું થયું છે. ઘરે પાર્ટી યોજવાનું સસ્તું પડે છે અને કરવેરા ઓછા ચૂકવવા પડે છે.
સામાન્ય સંજોગોમાં પાર્ટીઓ માટેની લાઇસન્સ-ફી તરીકે મહારાષ્ટ્ર સરકારને દર મહિને ૧૦ લાખ રૂપિયા મળે છે, પરંતુ દારૂના ભાવમાં વધારો થયો એ પછી મહિને ફક્ત ૬ લાખ રૂપિયાનું કલેક્શન થાય છે.
એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે હોટેલમાલિકોએ પણ અમને ફરિયાદ કરી છે કે લોકોએ પાર્ટીઓ યોજવાનું ઓછું કરી નાખ્યું છે એટલે અમે તો સાઇડમાં આઉટડોર કેટરિંગનો ધંધો શરૂ કરી દીધો છે.

રૂપજીવિનીઓના ધંધા પર પણ આર્થિક મંદીની અસર

આર્થિક મંદીને કારણે શહેરની રૂપજીવિનીઓનો ધંધો પણ મંદ પડી ગયો છે. બપોરે ત્રણ કલાક ફાળવીને લગભગ ૪૦૦૦ રૂપિયા કમાઈ લેતી અંધેરીની એક ગૃહિણીએ કહ્યું હતું કે પહેલાં મને દર મહિને વીસેક ગ્રાહકો મળી જતા હતા, પરંતુ હવે માંડ પાંચ ગ્રાહકો મળે છે. તેણે કહ્યું હતું કે ગુજરાતથી જે પ્રમાણમાં ગ્રાહકો આવતા હતા એ હવે નથી આવતા અને અહીંના ગ્રાહકો પણ ઘટતા જાય છે.
આ પ્રકારનો ધંધો ચલાવતી એક મૅડમે કહ્યું હતું કે દિવાળીના સમયે સામાન્ય રીતે અમારો ધંધો બહુ સારો ચાલતો હોય છે, પરંતુ આ વખતે ધંધો સાવ ઠંડો હતો. પહેલાં હું ધંધા માટે ટૂ-બીએચકે ફ્લૅટ ભાડે રાખતી હતી,
પરંતુ હવે અંધેરીના ફક્ત એક વન-બીએચકેથી કામ ચાલી રહે છે.
હાઈ-ક્લાસની કૉલગલ્ર્સ પણ આ જ પ્રકારની ફરિયાદ કરી રહી છે. ફાઇવસ્ટાર હોટેલોમાં ગ્રાહકો સાથે જતી આવી એક કૉલગર્લે કહ્યું હતું કે આ વખતે અમને પચાસ ટકા ઓછા ગ્રાહકો મળ્યા છે. એક રાતના ૫૦,૦૦૦ રૂપિયા ચાર્જ કરતી કૉલગલ્ર્સ હવે અડધી કિંમતમાં સર્વિસ આપવા તૈયાર થઈ જાય છે. હોટેલવાળા પણ આવી જ ફરિયાદ કરી રહ્યા છે. એક હોટેલમાલિકે કહ્યું હતું કે આ પ્રકારના કસ્ટમરો દ્વારા અમારો ૪૦ ટકા ધંધો થતો હોય છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં એમાં ઘણો ઘટાડો થયો છે.