ભારત-પાકિસ્તાન શ્રેણી ન રમવા દેવાની બાળ ઠાકરેની ધમકી

05 November, 2012 08:59 AM IST  | 

ભારત-પાકિસ્તાન શ્રેણી ન રમવા દેવાની બાળ ઠાકરેની ધમકી

વરુણ સિંહ

મુંબઈ, તા. ૬

ગઈ કાલે તેમણે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં તેમની સ્ટાઇલમાં જે થઈ ગયું એ ભૂલી જાઓ અને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમો એવી ટિપ્પણી કરનાર કેન્દ્રના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેને આડે હાથ લીધા હતા અને સમર્થકોને આહ્વાન કયુંર્ હતું કે જ્યાં સુધી સુશીલકુમાર એ નિવેદન પાછું ન ખેંચે ત્યાં સુધી પાકિસ્તાન સામેની મૅચો ન થવી જોઈએ. શિવસેનાના નેતાઓનું પણ કહેવું છે કે તેમની તબિયતની જે ચર્ચા થઈ રહી છે એ કરતાં ઘણી સારી છે અને જો એમ ન હોત તો તેમને છોડીને ઉદ્ધવ ઠાકરે લીલાવતી હૉસ્પિટલમાં પોતાની સારવાર કરાવવા ન જાત.

બાળ ઠાકરેની તબિયત વિશે શિવસેનાના પ્રવક્તા રાહુલ નાર્વે‍કરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘બાળાસાહેબની તબિયત એટલી લથડી ગઈ નથી જેટલી કેટલાક લોકો દ્વારા પ્રોજેક્ટ કરવામાં આવી છે. જો એવું જ હોત તો ઉદ્ધવ ઠાકરે ઍન્જિયોપ્લાસ્ટી કરાવવા લીલાવતી હૉસ્પિટલમાં દાખલ ન થયા હોત અને માતોશ્રીમાં જ રહીને બાળાસાહેબની સંભાળ લીધી હોત.’

દશેરાના દિવસે શિવાજી પાર્કમાં દર્શાવવામાં આવેલા વિડિયોમાં અશક્ત દેખાતા બાળ ઠાકરેને જોઈને બીજા દિવસથી તેમની તબિયતને લઈને અફવાઓ શરૂ થઈ ગઈ હતી. એમાં વળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ અને તેમના ભત્રીજા રાજ ઠાકરે, જાહેર બાંધકામ ખાતાના પ્રધાન છગન ભુજબળ અને અન્ય નેતાઓ તેમની ખબર કાઢવા દોડી જતાં આ અફવાઓને જોર મળ્યું હતું.

રાજકીય વતુર્ળોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની દશેરા રૅલીમાં વિડિયો-રેકૉર્ડિંગમાં બીમાર બાળ ઠાકરેને બતાવવાની જરૂર નહોતી, જ્યારે પાર્ટીનું માનવું છે કે એણે ક્યારેય શિવસૈનિકોથી કોઈ બાબત છુપાવી નથી. આ બાબતે રાહુલ નાર્વે‍કરે કહ્યું હતું કે ‘અમારી પાર્ટી કે પછી અમારા નેતાઓ ક્યારેય અમારા સમર્થકોથી કશું છુપાવતા નથી. વધતી ઉંમર એ કુદરતી બાબત છે જેના વિશે કશું થઈ શકતું નથી. ઊલ્ાટાનું અમારા લીડર એ છુપાવતા નથી અને ગમે એવી પરિસ્થિતિમાં પણ બહાર આવીને સર્પોટરોને મળે છે અને તેમની સાથે વાતચીત કરે છે.’

પાકિસ્તાન સાથે મૅચ નહીં થવા દઈએ

 કેન્દ્રના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ ભારત-પાકિસ્તાનની વ્૨૦ અને વન-ડે સિરીઝ માટે મંજૂરી આપી છે અને એના સમર્થનમાં કહ્યું હતું કે જે થયું એ ભૂલી જઈએ અને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમીએ. આ વાતનો જોરદાર વિરોધ કરતાં શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં કહ્યું છે કે ‘સુશીલકુમાર કેવી નફ્ફટાઈથી આ વાત કરી રહ્યા છે? જે થયું એ કઈ રીતે ભૂલી શકાય? શિંદેસાહેબ, જો તમારામાં થોડીઘણી પણ શરમ બચી હોય તો તમારું વક્તવ્ય પાછું લો, નહીં તો જ્યાં-જ્યાં પાકિસ્તાન સાથે મૅચ રમાવાની છે ત્યાંના હિન્દુઓ તથા સ્વાભિમાની અને દેશભક્ત જનતા એ મૅચો રમાવા નહીં દે. પાકિસ્તાની ટેરરિસ્ટો સતત આપણા પર હુમલા કરે છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ પર કેટલાય લોકોને અજમલ કસબે ફાયરિંગ કરી રહેંસી નાખ્યા એ હુમલાના ઘા હજી રુઝાયા નથી. અજમલ કસબની ફાંસીની સજા માટેની દયાની અરજી તમારી પાસે પડી છે એ ફગાવી દો. સુશીલકુમાર, તમે એ નિવેદન પાછું લો, નહીં તો દેશદાઝવાળી જનતા એ મૅચો થવા નહીં દે.’

પાકિસ્તાન સામેની મૅચો રમાશે જ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મૅચો નક્કી કરેલા દિવસે રમાશે જ એમ કેન્દ્રન્ાા ગૃહરાજ્યપ્રધાન પી. એન. સિંહે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ક્રિકેટ એક ગેમ છે અને એને ગેમની રીતે જ જોવી જોઈએ. મૅચો જ્યાં રમાવાની છે એ સ્થળોએ સુરક્ષાનો વધુ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.’