27 July, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરા માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ મુંબઈના સબર્બન રેલવે નેટવર્કમાં ગિરદી ઘટાડવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને સર્વિસની ફ્રીક્વન્સી સુધારવા ૧૨ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે અને એ માટે ૧૬,૨૪૧ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે એમ કેન્દ્રના રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘હાલની લાઇન પર બહુ કન્જશન થાય છે એ દૂર કરવા સર્વિસની ફ્રીક્વન્સી વધી શકે અને પ્રવાસીઓને સારી સુવિધા મળી શકે એ માટે આ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. રીજનલ કનેક્ટિવિટી અને મૉડર્નાઇઝેશન માટે રેલવેએ ૧૨ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. એ સિવાય ગિરદીને કારણે થતા અકસ્માત રોકવા અને પ્રવાસીઓની સેફ્ટી માટે ૨૩૮ નવી ઍર-કન્ડિશન્ડ અને ઑટોમૅટિક ડોરવાળી લોકલ ટ્રેન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે.’
૧૨ પ્રોજેક્ટ્સ જે પ્રવાસીઓની હાડમારી ઘટાડશે
CSMT-કુર્લા પાંચમી અને છઠ્ઠી લાઇન (૧૭.૫ કિલોમીટર – ૮૯૧ કરોડ રૂપિયા)
હાર્બર લાઇન લંબાવાશે - ગોરેગામથી બોરીવલી (૭ કિલોમીટર - ૮૨૬ કરોડ રૂપિયા)
બોરીવલી-વિરાર પાંચમી અને છઠ્ઠી લાઇન (૨૬ કિલોમીટર - ૨૧૮૪ કરોડ રૂપિયા)
વિરાર-દહાણુ રોડ ત્રીજી અને ચોથી લાઇન (૬૪ કિલોમીટર - ૩૫૮૭ કરોડ રૂપિયા)
પનવેલ–કર્જત સબર્બન રૂટ (૨૯.૬ કિલોમીટર - ૨૭૮૨ કરોડ રૂપિયા)
ઐરોલી–કલવા એલિવેટેડ સબર્બન કૉરિડોર કનેક્શન (૩.૩ કિલોમીટર - ૪૭૬ કરોડ રૂપિયા)
કલ્યાણ-આસનગાંવ ચોથી લાઇન (૩૨ કિલોમીટર - ૧૭૫૯ કરોડ રૂપિયા)
કલ્યાણ–બદલાપુર ચોથી લાઇન (૧૪ કિલોમીટર - ૧૫૧૦ કરોડ રૂપિયા)
કલ્યાણ–કસારા ત્રીજી લાઇન (૬૭ કિલોમીટર - ૭૯૩ કરોડ રૂપિયા)
નાયગાંવ–જુચંદ્ર ડબલ ટ્રૅક લાઇન (૬ કિલોમીટર - ૧૭૬ કરોડ રૂપિયા)
નિલજે–કોપર ડબલ ટ્રૅક લાઇન (પાંચ કિલોમીટર - ૩૩૮ કરોડ રૂપિયા)