હવે આપણને ટ્રાવેલ કરવા મળશે આવી એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસમાં

19 August, 2022 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ઘાટન દેશના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ કર્યું હતું

તસવીર :  આશિષ રાજે

પ્રદૂષણ ઘટાડવાના ઇરાદા સાથે બેસ્ટ દ્વારા ગઈ કાલે દેશની સૌપ્રથમ એસી ડબલ ડેકર બસ અને એ પણ ઇલેક્ટ્રિક એવી સ્વિચ ઈઆઇવી ૨૨ના નામે લૉન્ચ કરવામાં આવી હતી. એનું ઉદ્ઘાટન દેશના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ કર્યું હતું. ભારતમાં જ બનાવાયેલી આ ડબલ ડેકર બસ લેટેસ્ટ ટેક્નૉલૉજી, અલ્ટ્રા-મૉડર્ન ડિઝાઇન અને સુર​ક્ષા સાથે આરામદાયી પણ છે. આ બસમાં એનએમસી કેમિસ્ટ્રી બૅટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી એ વધુ રેન્જ અને કાર્યક્ષમતા ધરાવે છે. બેસ્ટે આવી ૨૦૦ ડબલ ડેકર બસનો ઑર્ડર આપ્યો છે. લેટેસ્ટ ડબલ ડેકરનું ઉદ્ઘાટન કરતાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘લાંબા ગાળામાં દેશની ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં બદલાવ કરવો જરૂરી જણાઈ રહ્યો છે. એમાં પણ અમે શહેરી ટ્રાન્સપોર્ટ પર વધુ ફોકસ કરી રહ્યા છીએ. પર્યાવરણ માટે સાનુકૂળ વાહનોની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને સરકારે પણ ઇલેક્ટ્રિક વેહિકલ્સને પ્રોત્સાહન આપવા એની નીતિમાં ફેરફાર કર્યા છે. ફરી એક વાર મુંબઈમાં ડબલ ડેકર બસ લાવવા માટે હું અશોક લેલૅન્ડની પેટા-કંપની સ્વિચ મોબિલિટીને અભિનંદન આપું છું. મેં તો નવા ગ્રીન હાઇવે પર નરીમાન પૉઇન્ટથી દિલ્હી સુધી લક્ઝરી ઇલેક્ટ્રિક બસ દોડે એવી છે.’

આ પ્રસંગે અશોક હિન્દુજા પણ હાજર રહ્યાં હતા અને તેમણે નીતિન ગડકરી સાથે બસમાં સફર પણ માણી હતી.

mumbai mumbai news