સ્કૂલોમાં સ્વતંત્રતા દિન ઑનલાઇન ઊજવાશે

13 August, 2020 10:15 AM IST  |  Mumbai Desk | Pallavi Smart

સ્કૂલોમાં સ્વતંત્રતા દિન ઑનલાઇન ઊજવાશે

સ્કૂલોમાં સ્વતંત્રતા દિન ઑનલાઇન ઊજવાશે

૧૫ ઑગસ્ટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં સૌથી વધુ આકર્ષણ અને ઉત્સાહ શાળાઓમાં એકઠાં થતાં બાળકોમાં હોય છે. મોટેરાંઓને પણ બાળકોને ધ્વજવંદન કરતાં જોવાનો આનંદ થાય છે. આ વર્ષે રોગચાળાને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે અને દરેક શિક્ષણ સંસ્થામાં નિશ્ચિતરૂપે આઝાદીની વરસગાંઠે ધ્વજવંદન યોજાય એ માટે રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ આપી છે.
માર્ગદર્શક સૂચનાઓ અનુસાર કૅમ્પસમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને ફક્ત સ્ટાફની હાજરીમાં ધ્વજ ફરકાવવામાં આવશે. વિદ્યાર્થીઓ પછીથી ડિજિટલ માધ્યમથી ઑનલાઇન સ્તરે રાષ્ટ્રગીતના સમૂહગાન અને મહાનુભાવોનાં પ્રવચનો સાંભળવા તથા અન્ય કાર્યક્રમોમાં જોડાશે. શાળાઓને વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રભક્તિનાં કાવ્યોના લેખન-ગાયન, વાદ-વિવાદ સ્પર્ધાઓ યોજવાની તેમ જ આત્મનિર્ભર ભારત વિશે લોકજાગૃતિ અભિયાન ચલાવવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.
હંસરાજ મોરારજી સ્કૂલના શિક્ષક ઉદય નરેએ જણાવ્યું હતું કે ‘શાળાઓ રાષ્ટ્રભક્તિનાં ગીતોનો વિડિયો, પ્રિન્સિપલ્સનાં ભાષણો તથા અન્ય પ્રવૃત્તિઓની તૈયારીમાં લાગી છે. પ્રિન્સિપલોનાં પ્રવચનો ઑનલાઇન સાંભળવા લોકો ડિજિટલ પ્લૅટફૉર્મ પર એકઠા થશે. દરેક ક્લાસ તેમના સ્પેશ્યલી ડિઝાઇન્ડ પ્રોગ્રામ્સ પણ ઑનલાઇન રજૂ કરશે.’

mumbai mumbai news pallavi smart