ગણતંત્ર દિવસની ઉજવણી શિવાજી પાર્કમાં, કોઈ ભવ્ય પરેડ નહીં યોજાય

25 December, 2014 05:42 AM IST  | 

ગણતંત્ર દિવસની ઉજવણી શિવાજી પાર્કમાં, કોઈ ભવ્ય પરેડ નહીં યોજાય


મરીન ડ્રાઇવ પર ચાલી રહેલા રીસર્ફેસિંગના કાર્યને સમયસર પૂર્ણ કરવામાં ગ્પ્ઘ્ અસમર્થ છે, ખાડાઓ અને ખાબડખૂબડ રસ્તાઓ પરેડ અને વિવિધ રાજ્યોની દૃશ્યરચના અને આર્મી ટૅન્ક માટે યોગ્ય નથી. આથી આવતા મહિને ગણતંત્ર દિવસની ઉજવણી ફરીથી એના પારંપારિક સ્થાન દાદર ખાતે કરવામાં આવશે.

ચીફ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રિયે કહ્યું હતું કે આ કાર્યમાં સંકળાયેલી એજન્સીઓએ જણાવ્યું હતું કે અહીંયાં પરેડ કરવી શક્ય નથી.

‘જાન્યુઆરી પહેલાં આ કાર્ય પૂર્ણ કરવાની અમારી યોજના હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીના લીધે એમાં વિલંબ થયો છે. ત્યાર બાદ વાનખેડે સ્ટેડિયમ ખાતે શપથ-સમારંભ માટે સ્ત્ભ્ઓની આવ-જાને લીધે તેમ જ વડા પ્રધાન પણ મુંબઈમાં હતા અને આ જ માર્ગનો ઉપયોગ થતો હોવાથી અમુક દિવસ કામ રોકવામાં આવ્યું હતું. જાન્યુઆરીમાં પણ મૅરથૉનના લીધે અમુક દિવસ કામ રોકવામાં આવશે.’ એવું એક વરિષ્ઠ સિવિક અધિકારીએ કહ્યું હતું.