Maharashtra: શિવસેના નેતા યશવંત જાધવની 40થી વધારે સંપત્તિઓ જપ્ત

08 April, 2022 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જપ્ત સંપત્તિઓમાં ભાઇખલામાં ઇમ્પીરિયલ હોટલ અને ભાઈખલામાં જ ન્યૂઝ હૉક મલ્ટી મીડિયા પ્રા. લિમિટેડની ઑફિસ પણ છે. આઇટી વિભાગે યશવંત જાધવે આ સંપત્તિઓના દસ્તાવેજ બતાવવા કહ્યું છે, નહીંતર છ મહિનાની અંદર આ બધી સંપત્તિઓ નીલામ કરી દેવામાં આવશે.

યશવંત જાધવ (ફાઈલ તસવીર)

આઈટી વિભાગે  (Incom Tax Department) મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી કરતા શિવસેના નેતા અને બીએમસીની સ્ટેંડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવ (Yashwant Jadhav)ની મુંબઈમાં 41 સંપત્તિઓ જપ્ત કરી લીધી છે. આમાંથી માત્ર ભાઈખલા વિસ્તારમાં 31 ફ્લેટ્સ અને એક બાન્દ્રામાં 5 કરોડનો ફ્લેટ છે. જપ્ત સંપત્તિઓમાં ભાઇખલામાં ઇમ્પીરિયલ હોટલ અને ભાઈખલામાં જ ન્યૂઝ હૉક મલ્ટી મીડિયા પ્રા. લિમિટેડની ઑફિસ પણ છે. આઇટી વિભાગે યશવંત જાધવે આ સંપત્તિઓના દસ્તાવેજ બતાવવા કહ્યું છે, નહીંતર છ મહિનાની અંદર આ બધી સંપત્તિઓ નીલામ કરી દેવામાં આવશે. આ સિવાય યશવંત જાધવના સાળા વિલાસ મોહિતે અને ભત્રીજા વિનીત જાધવને પણ સમન્સ પાઠવ્યા છે.

યશવંત જાધવ છેલ્લા કેટલાક દિવસથી ઇન્કમ ટેક્સ વિભાગની રડાર પર હતા. થોડાક દિવસ પહેલા પણ તેમના ઘર અને સંપત્તિઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મળેલી માહિતીને આધારે આ નવી કાર્યવાહી કરવામાં આવી છે. આયકર વિભાગે આજે (8 એપ્રિલ, શુક્રવાર) ભાઇખલાના બિલખાડી ચેમ્બર્સ નામની બિલ્ડિંગમાં 31 ફ્લેટ્સ અને બાન્દ્રામાં એક પાંચ કરોડના ફ્લેટ સહિત 40થી વધારે સંપત્તિઓ જપ્ત કરી છે. આયકર વિભાગને શંકા છે કે યશવંત જાધવે બધી સંપત્તિઓ 2018થી 2022 વચ્ચે બીએમસીની સ્થાઈ સમિતિના અધ્યક્ષ પદ પર રહેતા પોતાની ક્ષમતાનો અયોગ્ય ઉપયોગ કરીને તાબે લીધી છે.

કોવિડ સેન્ટર ઘોટાળો અને મની લૉન્ડ્રિંગના પૈસાથી એકઠી કરી સંપત્તિઓ?
જાન્યુઆરી મહિનામાં બીજેપી નેતા કિરીટ સોમૈયાએ યશવંત જાધવ પર કરોડો રૂપિયાના ઘોટાળા કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે મુંબઈમાં કોવિડ સેન્ટર તૈયાર કરવામાં મોટા પાયે ઘોટાળા થયાનો આરોપ મૂક્યો હતો. સોમૈયાએ તેમના પર મની લૉન્ડ્રિંગ કરવાનો પણ આરોપ મૂક્યો હતો. કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે તે આયકર વિભાગને પુરાવા એકઠા કરવામાં મદદ કરશે. આ પછી બીજેપી અને શિવસેના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા હતા.

માતોશ્રીને 2 કરોડ કૅશ અને 50 લાખની ઘડિયાળ ગિફ્ટ કરવાનો પણ થયો હતો ઉલ્લેખ
ઇનકમ ટેક્સ વિભાગે પોતાના રિપૉર્ટમાં કહ્યું છે કે શિવસેના નેતા અને મુંબઈ મહાપાલિકાના સ્થાઈ સમિતિના અધ્યક્ષ યશવંત જાધવ અને તેમની પત્ની વિદેયક યામિની જાધવે કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. આયકર વિભાગે થોડાક દિવસ પહેલા પણ તેમની સંપત્તિઓ પર છાપેમારી કરી હતી. તે સમયે જાધવની ડાયરીનો ઉલ્લેખ થયો હતો. આ ડાયરીમાં `માતોશ્રી`ને બે કરોડ રૂપિયા કૅશ અને 50 લાખની ઘડિયાળ ગિફ્ટમાં આપવાનો ઉલ્લેખ કર્યો હતો. જણાવવાનું કે માતોશ્રી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બંગલાનું નામ છે. પણ જાધવે સ્પષ્ટતા આપતા કહ્યું હતં કે `માતોશ્રી`થી તેનો અર્થ તેની મા સાથે છે.

Mumbai mumbai news shiv sena