કલ્યાણમાં રવિવારે પૂ. ધીરગુરુદેવના સાંનિધ્યમાં જૈન ઉપાશ્રયનો ઉદ્ઘાટન સમારોહ

18 March, 2023 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂ. ગુરુદેવનું આવતી કાલે સવારે ૮ વાગ્યે પારનાકા ખાતે સ્વાગત સામૈયું અને પ્રવચન યોજાશે અને સોમવાર, ૨૦ માર્ચે ડોમ્બિવલી પધારશે

મિડ-ડે લોગો

કલ્યાણના શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પ્રેરણાદાતા પૂ. શ્રી ધીરગુરુદેવના સાંનિધ્યમાં કચ્છ માંડવી નિવાસી હાલ ઘાટકોપર માતુશ્રી ગુલાબબહેન કાનજી મહેતા નૂતન જૈન ઉપાશ્રયની ઉદ્ઘાટન વિધિ રવિવાર તા. ૧૯-૩-૨૩ના સવારે ૯થી ૧૧ વાગ્યા દરમ્યાન યોજવામાં આવી છે. ઉપાશ્રય નામકરણનો લાભ ઉગ્ર તપસ્વી મહેન્દ્ર કાનજી મહેતાના ૨૯મા વરસી તપ અને ૨૫ ધર્મચક્ર તપ, ૫૭૫૫ પૌષધ ઉપવાસ, ૧૭૫૫૫થી વધુ સામાયિક અને ૨૭થી વધુ ધાર્મિક-સામાજિક વિવિધ યોજનાના નામકરણની અનુમોદનાર્થે લીધેલ છે.

પૂ. ગુરુદેવનું આવતી કાલે સવારે ૮ વાગ્યે પારનાકા ખાતે સ્વાગત સામૈયું અને પ્રવચન યોજાશે અને સોમવાર, ૨૦ માર્ચે ડોમ્બિવલી પધારશે.

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સા.નું પરેલની ધરા પર આવતી કાલે થશે મંગલ પદાર્પણ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ મુંબઈનાં અનેક ક્ષેત્રોની સ્પર્શના કરતાં-કરતાં પરેલની ધરા પર આવતી કાલે પદાર્પણ કરવાના છે. આવતી કાલે રવિવારે પરમ ગુરુદેવના બ્રહ્મનાદે લયબદ્ધ સ્વરે પરમાત્મા પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ ભક્તિ-સ્તવના સ્વરૂપ મહાપ્રભાવક શ્રી ઉવસ્સગ્ગહરં સ્તોત્રની દિવ્ય જપ-સાધનાનું પાવનકારી આયોજન કરવામાં આવ્યું છે.

આજના સમયમાં ફાસ્ટ ફૂડ, ફાસ્ટ મની સાથે ઇન્સ્ટન્ટ સફળતા પામવા માટે યુવાપેઢીના હૃદયમાં ઊઠતાં અનેક પ્રકારના પ્રશ્નો અને જિજ્ઞાસાનું સમાધાન આપતાં અનોખા ટૉક-શોનું આયોજન પણ આ અવસરે કરવામાં આવ્યું છે. ‘સફળતા પાછળનું સાયન્સ’ અંતર્ગત પરમ ગુરુદેવ સાથેના આ ટૉક-શોમાં પરમ ગુરુદેવની વિઝનરી વિચારધારા અને લૉજિક સાથેનું માર્ગદર્શન આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ સવારે ૯.૩૦ વાગ્યેથી પરેલ સ્થિત રાજકમલ સ્ટુડિયો ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. દરેક ધર્મપ્રેમી ભાવિકોને આ અવસરનો લાભ લેવા માટે પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

mumbai mumbai news