ભૂષણકુમાર સામેના રેપ કેસમાં કોર્ટે પોલીસના ક્લોઝર રિપોર્ટને ઠુકરાવ્યો

20 April, 2022 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની મૅજિસ્ટ્રેટ કોર્ટે ટી-સિરીઝ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર ભૂષણકુમાર સામેના બળાત્કારના કેસમાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટને ઠુકરાવી દીધો હતો

ભૂષણકુમાર

મુંબઈ (પી.ટી.આઇ.) : મુંબઈની મૅજિસ્ટ્રેટ કોર્ટે ટી-સિરીઝ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર ભૂષણકુમાર સામેના બળાત્કારના કેસમાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટને ઠુકરાવી દીધો હતો અને તપાસ દરમિયાન વિવિધ કાનૂની પાસાંઓ સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાનું ઠરાવ્યું હતું.
ફરિયાદી મહિલાએ ફાઇનલ રિપોર્ટ (બી-સમરી)ને મદદ પૂરી પાડીને કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કર્યો હોવાનું નોંધીને અદાલતે પોલીસને કાયદાની રૂએ મામલાની તપાસ કરવાનો અને ઝોનલ ડીસીપીને તપાસ પર દેખરેખ રાખવાનો હુકમ કર્યો હતો.
આ મામલે હસ્તક્ષેપની યાચિકા દાખલ કરવા બદલ જજે ભૂષણકુમાર અને સાક્ષી પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી હતી. 
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અંગે અદાલતે જણાવ્યું હતું કે ‘ગુનાની નોંધણી બાદ તપાસકર્તા અધિકારીઓએ આરોપીઓની ધરપકડ કરવાની કોશિશ નહોતી કરી કે આરોપીએ આગોતરી જામીનઅરજીનું પણ શરણું નહોતું લીધું જે આત્મવિશ્વાસ અને કટિબદ્ધતા દર્શાવે છે.’

mumbai news bhushan kumar