થાણેમાં પૈસા ન મળતાં પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી દીધી

21 July, 2021 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાને ગંભીર ઈજા થઈ હતી અને હૉસ્પિટલ લઈ જવા દરમિયાન માર્ગમાં તેનું મોત નીપજ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં નજીવી તકરાર થતાં ૨૪ વર્ષના યુવકે તેની માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મુંબ્રા શહેરમાં સોમવારે બનેલી આ ઘટનાની વિગત એવી છે કે ૪૫ વર્ષની મહિલા પાસે તેના બેરોજગાર પુત્રએ પૈસાની માગણી કરી હતી. માતાએ પૈસા આપવાનો ઇનકાર કરતાં આરોપીએ ક્રોધાવેશમાં સ્ક્રૂ-ડ્રાઇવર વડે માતા પર હુમલો કર્યો હતો. મહિલાને ગંભીર ઈજા થઈ હતી અને હૉસ્પિટલ લઈ જવા દરમિયાન માર્ગમાં તેનું મોત નીપજ્યું હતું.તેના અન્ય એક પુત્રએ પોલીસ ફરિયાદ દાખલ કરતાં આરોપીની ધરપકડ થઈ હતી અને આઇપીસીની કલમ ૩૦૨ હેઠળ તેની સામે ગુનો દાખલ થયો હતો.

Mumbai mumbai news