થાણેમાં ટ્રાફિક-ડ્રાઇવના ફક્ત ૧ર કલાકમાં બે લાખનો દંડ વસૂલ થયો

14 November, 2021 12:34 PM IST  |  Mumbai | Anurag Kamble

ડીસીપી ટ્રાફિક બાલાસાહેબ પાટીલે કહ્યું હતું કે સ્પેશ્યલ ડ્રાઇવની આ શરૂઆત છે અને ભવિષ્યમાં પણ સઘન નિરીક્ષણ રાખવામાં આવશે. ડીસીપીએ નાગરિકોને ટ્રાફિક નિયમો પાળવાની અપીલ કરી હતી.

થાણેમાં ટ્રાફિક-ડ્રાઇવના ફક્ત ૧ર કલાકમાં બે લાખનો દંડ વસૂલ થયો

ગુરુવારે થાણેની ટ્રાફિક પોલીસે સ્પેશ્યલ ડ્રાઇવ યોજી હતી, જેમાં ૫૧૦૦થી વધુ વાહનચાલકો સામે ટ્રાફિકના નિયમના ભંગ માટે ગુનો નોંધીને ર,૦ર,૬૫૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ વાહનચાલકોમાં સૌથી વધુ ૧ર૧૪ હેલ્મેટ વગર બાઇક ચલાવનારા હતા. ત્યાર પછી ઑટો અને ટૅક્સીના ૪૮૩ ડ્રાઇવરોને યુનિફૉર્મ પહેર્યા વગર ડ્રાઇવિંગ કરવા માટે દંડ ફટકારાયો હતો. રર૭ ડ્રાઇવર પાસે અમાન્ય લાઇસન્સ હતું. ટ્રાફિક પોલીસને શહેરમાં ટ્રાફિક નિયમના ભંગના દરેક કિસ્સા સામે પગલાં ભરવાની કડક સૂચના મળી હતી જેના પગલે ૧ર કલાકની કડક ડ્રાઇવ યોજાઈ હતી. ડીસીપી ટ્રાફિક બાલાસાહેબ પાટીલે કહ્યું હતું કે સ્પેશ્યલ ડ્રાઇવની આ શરૂઆત છે અને ભવિષ્યમાં પણ સઘન નિરીક્ષણ રાખવામાં આવશે. ડીસીપીએ નાગરિકોને ટ્રાફિક નિયમો પાળવાની અપીલ કરી હતી.

ઑપરેશન ક્રૅકડાઉન
કુલ કેસ     ૫૧૦૦
હેલ્મેટ વગર ડ્રાઇવિંગના કેસ     ૧ર૧૪
આગળની બાજુ બેસવાના કેસ     ૫૪૧
યુનિફૉર્મ વગરના રિક્ષા-ટૅક્સીચાલકો    ૪૮૩
અમાન્ય લાઇસન્સ     ર૦૦
અન્ય     ૧ર૦૦

 

Mumbai mumbai news anurag kamble