થાણેમાં કોવિડની સારવારમાં 17 પ્રાઇવેટ હૉસ્પિટલે વધુ બિલ વસૂલ્યાં

25 August, 2020 11:17 AM IST  |  Mumbai | Agencies

થાણેમાં કોવિડની સારવારમાં 17 પ્રાઇવેટ હૉસ્પિટલે વધુ બિલ વસૂલ્યાં

પ્રતીકાત્મક તસવીર

થાણે શહેરની 17 ખાનગી હૉસ્પિટલોએ તેમના પેશન્ટોને ૧.૮૨ કરોડ રૂપિયા જેટલું જંગી બિલ ચાર્જ કર્યું હતું અને હજી એમાંથી ૧.૪૦ કરોડ રૂપિયાનું રીફન્ડ આપવાનું બાકી હોવાનું પાલિકાના એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

પેશન્ટોની અનેક ફરિયાદને પગલે થાણે પાલિકા કમિશનર ડૉ. વિપિન શર્માએ શહેરની ૧૭ હૉસ્પિટલના બિલનું ચેકિંગ કરવા ઑડિટ ટીમનું ગઠન કર્યું હતું. ઑડિટ ટીમે ૧૦ જુલાઈથી ૨૧ ઑગસ્ટ વચ્ચેના સમયમાં ૪૧૦૬ બિલનું ચેકિંગ કરી કુલ ૧.૮૨ કરોડ રૂપિયાની રકમનાં ૧૩૬૨ બિલ અલગ તારવ્યાં હતાં. ટીએમસીએ આ હૉસ્પિટલોને કારણદર્શક નોટિસ મોકલતાં તેમણે પેશન્ટોને ૨૬.૬૮ લાખ રૂપિયાનું રીફન્ડ આપ્યું હતું.

ટીએમસીએ જણાવ્યું હતું કે કૉર્પોરેશને ૧૫.૨૭ લાખની વધારાની રકમ માટે હૉસ્પિટલો દ્વારા કરાયેલી રજૂઆતો સ્વીકારી હતી, પરંતુ આ તબીબી સુવિધાઓએ હજી સુધી ૧.૪૦ કરોડ પાછા આપ્યા છે એમ ટીએમસીએ જણાવ્યું હતું.

પાલિકાએ ગયા મહિને અહીં ઘોડબંદર રોડ પરની એક ખાનગી હૉસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું અને દરદીઓ પર વધુ પડતા આરોપ લગાવ્યા બાદ કોવિડ-19 સુવિધા તરીકે એનું વર્ગીકરણ રદ કર્યું હતું.

mumbai mumbai news thane coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation