મુંબઈમાં વરસાદ પોરો ખાશે અને ઉકળાટ વધશે

19 July, 2020 12:34 PM IST  |  Mumbai Desk | Gaurav Sarkar

મુંબઈમાં વરસાદ પોરો ખાશે અને ઉકળાટ વધશે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા અઠવાડિયાથી શહેરમાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ આવતા અઠવાડિયે શહેરમાં મુખ્યત્વે ઓછા વરસાદને લીધે આવશ્યક સૂર્યપ્રકાશ જોવાની અપેક્ષા છે. જેને કારણે એકંદરે તાપમાનમાં પણ વધારો થશે, જેનાથી મુંબઈગરાને અસુવિધા થઈ શકે છે.
છેલ્લા ૨૪ કલાકમાં સાન્તાક્રુઝમાં ૫૪ મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે કોલાબામાં ૩૧ મિમી વરસાદ નોંધાયો હતો. સ્કાયમેટ વેધર ખાતે હવામાન અને હવામાન પલટાના ઉપપ્રમુખ મહેશ પલવતના કહેવા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈના અલગ કિસ્સામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવા છતાં એકંદરે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો હતો.
તેમણે જણાવ્યું હતું કે ઉત્તર કોંકણ અને ગોવાથી કેરળ તરફનો ઑફશોર વિસ્તાર નબળો પડી ગયો છે. પૂર્વ-પશ્ચિમ શીઅર ઝોન પણ ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે. આથી અમે આશા રાખીએ છીએ કે આગામી બેથી ત્રણ દિવસ સુધી મુંબઈના કેટલાક ભાગોમાં મધ્યમ શાવર ચાલુ રહેશે. ત્યારબાદ વરસાદની તીવ્રતા વધુ નીચે જશે અને થોડોક હળવો વરસાદ થશે. જેના પગલે તાપમાનમાં ધીરે ધીરે વધારો થવાની સાથે સાથે વધતા સૂર્યપ્રકાશને લીધે ફરી એક વખત હવામાનમાં ઉકળાટ વધવા અપેક્ષિત છે. તેમ છતાં મુંબઈમાં અગવડતાનું પ્રમાણ વધશે એમ મનાય છે.
મહેશ પલવતે એમ પણ કહ્યું હતું કે ૨૧ જુલાઈ સુધી એક કે બે વાર મધ્યમ વરસાદ પડશે, ત્યારબાદ બીજા આઠથી દસ દિવસ સુધી ભારે વરસાદ પડવાની અપેક્ષા નથી. ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર ચોમાસું સક્રિય ન થાય અથવા હવામાન પદ્ધતિ વિકસી ન જાય ત્યાં સુધી હવે કોઈ પણ પ્રકારના ભારે ધોધમાર વરસાદની અપેક્ષા નથી. શહેરના કેટલાક વિસ્તારોમાં તીવ્રતા ઓછી થતાં વરસાદ થઈ શકે છે. તે કોઈ પણ પ્રકારનો જળભરાવ કે રોજિંદી દિનચર્યામાં વિક્ષેપનું કારણ નહીં બને.

mumbai mumbai news mumbai rains gaurav sarkar