મુંબઈમાં રોજ મળશે ૧૪,૪૦૦ લોકોને રસી

14 January, 2021 01:04 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈમાં રોજ મળશે ૧૪,૪૦૦ લોકોને રસી

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ

કોરોના સામે લડવા માટે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વૅક્સિનનો પહેલો ૧,૧૯,૨૬૮નો જથ્થો ઑલરેડી મુંબઈ આવી પહોંચ્યો છે ત્યારે એને તબક્કાવાર વ્યવસ્થિત રીતે આપવાનું આયોજન પણ કરી લેવાયું છે.
મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ એ વિશે માહિતી આપતાં કહ્યું છે કે ‘રસી આપવાનું આયોજન પાંચ તબક્કામાં કરવામાં આવશે. ૧૫ વૅક્સિનેશન સેન્ટર્સમાંથી ૯ જગ્યાએ ઑલરેડી એની ડ્રાય રન કરી લેવાઈ છે. બાકીની 6 જગ્યાએ ૧૫ જાન્યુઆરીએ ડ્રાય રન હાથ ધરાશે.’
વૅક્સિન મુકાવાથી આપણે કોરોના સામેનો જંગ જીતી લીધો એવું નથી. આપણે એ વૅક્સિન લીધા પછી પણ માસ્ક પહેરવો, સૅનિટાઇઝરથી હાથ ધોવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જેવા નિયમો ફૉલો કરતા રહેવા પડશે.
વૅક્સિનના જથ્થાને હાલ તો પરેલમાં બેથી લઈને ૮ ડિગ્રી તાપમાનમાં સ્ટોર કરાયો છે, જેને શનિવારે અન્ય વૅક્સિન સેન્ટરો પર મોકલવામાં આવશે. કાંજુર માર્ગમાં તૈયાર થઈ રહેલા ૫૦૦૦ સ્ક્વેર ફુટના કોલ્ડ સ્ટોરેજનું અંતિમ તબક્કાનું કામ હાલ ચાલી રહ્યું છે. જો 10 લાખ કરતાં વધુ વૅક્સિનનો જથ્થો આવશે તો એ ત્યાં સ્ટોર કરવામાં આવશે.

mumbai mumbai news coronavirus covid19