મુલુંડમાં પતંગના માંજામાં ફસાયેલા કબૂતરને ફાયરબ્રિગેડે બચાવી લીધું

22 January, 2021 11:25 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુલુંડમાં પતંગના માંજામાં ફસાયેલા કબૂતરને ફાયરબ્રિગેડે બચાવી લીધું

મુલુંડમાં પતંગના માંજામાં ફસાયેલા કબૂતરને ફાયરબ્રિગેડે બચાવી લીધું

હાલમાં બર્ડ ફ્લુને કારણે અનેક જગ્યાએ પક્ષીઓને મારવામાં આવી રહ્યાં છે ત્યારે મુલુંડમાં એક કબૂતર જમીનથી 38 ફુટ ઉપર વાયરમાં ફસાઈ ગયું હતું એને ફાયરબ્રિગેડના અધિકારીઓએ ૪૦ મિનિટની મહેનત બાદ સુખરૂપ બચાવી લીધું હતું. સ્થાનિક રહેવાસીઓએ ફાયરબ્રિગેડના અધિકારીઓને તાળીઓથી વધાવી લીધા હતા.
મુલુંડ ફાયરબ્રિગેડના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ મહિનામાં અમે ૧૨થી ૧૪ પક્ષીઓના જાન બચાવ્યો છે. અમને કૉલ મળતાં અમે તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉપર લટકતા વાયરમાં માંજો ફસાયો હતો એ જ કબૂતરના પગમાં ફસાતાં એ ત્યાં ફસાયું હતું. તેના પગમાં ઈજા હોવાથી તેને મુલુંડનાં પક્ષી સુધાર ઘરમાં મોકલી અપાયો છે.’

mumbai mumbai news mulund