મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ

07 March, 2021 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ

મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી અનેક શહેરોમાં કર્ફ્યૂની જાહેરાત સાથે કડક વલણ થઈ રહ્યું છે. લોકોને ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે તો આજે રાજ્યના કેટલાક શહેરોમાં મહારાષ્ટ્ર સરકાર લૉકડાઉન લગાડવા અંગે નિર્ણય લઈ શકે છે. આ સિવાય આજે મુંબઇમાં લોકોને કોરોનાની વેક્સીન નહીં લાગે. બીએમસીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે મુંબઇમાં આજે વેક્સીનેશન અભિયાન બંધ રહેશે.

જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને જોઇને નાસિકમાં લૉકડાઉન થવાના સંકેત મળી રહ્યા છે. જો કોરોનાના કેસ આ રીતે જ વધ્યા તો નાસિકની સાથે સાથે ઔરંગાબાદમાં પણ લૉકડાઉન મૂકવાનો નિર્ણય આજે લઈ શકાય છે. મહારાષ્ટ્ર સરકાર આજે આ નિર્ણય લેશે કે ઔરંગાબાદમાં લૉકડાઉન લાગૂ પાડવામાં આવે કે નહીં.

મહારાષ્ટ્રમાં દરરોજ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળે છે. સ્થિતિ એ છે કે એક દિવસમાં 10 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. આજે આખા દેશમાં જ્યાં 18 હજાર કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે, જે ખૂબ જ મોટો આંકડો છે. તો શનિવારે મહારાષ્ટ્રમાં 10 હજારથી વધુ નવા કોરોના સંક્રમિતોના મામલા સામે આવ્યા હતા તો 53 લોકોના નિધન થયા હતાં.

mumbai mumbai news coronavirus covid19