કાંદિવલીમાં ચાર જણને ચોર સમજી ટોળાએ ટકો કરીને નગ્ન પરેડ કરાવી

08 January, 2021 10:21 AM IST  |  Mumbai | Mumbai correspondent

કાંદિવલીમાં ચાર જણને ચોર સમજી ટોળાએ ટકો કરીને નગ્ન પરેડ કરાવી

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલીની જનતા કોલોનીમાં રહેતા 4 જણને ચોર ગણી તેમને એક્ટિવા પર જબરદસ્તી બેસાડી મલાડ કાંચપાડા લઈ જઈ તેમની બુધવારે મારઝુડ કરાઈ હતી. એટલુ જ નહી તેમના વાળ પણ કાપવામાં આવ્યા હતા અને તેમની મુછ પણ જબરદસ્તી ઉડાવી દેવાઈ હતી. એટલુ જ નહી તેમને નગ્ન કરીને પરેડ પણ કરાવી તેમનો વિડિયો પાડી એ વાઇરલ પણ કરાયો હતો.
આ સંદર્ભે જબરદસ્ત હોહા મચી ગઈ હતી. કાંદિવલી પોલીસમાં ફરિયાદીઓ એ ફરિયાદ કરતા કાંદિવલી પોલીસે ઝડપી તપાસ કરી પંદર જણાંના ટોળાની સામે ગુનો નોંધ્યો હતો. એટલુ જ નહી તેમના પાંચ જણની ધરપકડ પણ કરી હતી. પાંચ આરોપીઓને કોર્ટમાં હાજર કરતા કોર્ટે તેમને 11 જાન્યુઆરી સુધી તેમને પોલીસ કસ્ટડી આપી હતી.

mumbai mumbai news Crime News mumbai crime news