નજીવી તકરારમાં ટીનેજરે માતાનું ગળું દબાવીને હત્યા કરી

22 July, 2021 01:12 PM IST  |  Mumbai | Agency

આરોપીની ધરપકડ કરાઈ હતી અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલ મોકલવામાં આવ્યો હોવાની અધિકારીએ જાણ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ૧૮ વર્ષના એક ટીનેજરે ઘરેલુ કંકાસને પગલે તેની માતાનું ગળું દબાવીને હત્યા કરી હોવાની પોલીસે બુધવારે જાણકારી આપી હતી. વસઈ વિસ્તારમાં મંગળવારે રાતે આ ઘટના બની હતી. માતા-પુત્ર વચ્ચે પારિવારિક પ્રશ્નોને લઈને તકરાર થતી રહેતી હતી. મંગળવારે રાતે પણ આવો જ ઝઘડો થતાં આરોપીએ તેની ૪૮ વર્ષની માતાની પટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી હતી.બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આરોપીની ધરપકડ કરાઈ હતી અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલ મોકલવામાં આવ્યો હોવાની અધિકારીએ જાણ કરી હતી.

Mumbai mumbai news