Imroz No More: જાણીતા કવિ, ચિત્રકાર ઇમરોઝની વસમી વિદાય, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

22 December, 2023 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Imroz No More: આજે જાણીતા કવિ અને ચિત્રકાર ઇમરોઝનું 97 વર્ષની વયે તેમના મુંબઈના ઘરે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા.

નિધનની પ્રતીકાત્મક તસવીર

આજે જાણીતા કવિ અને ચિત્રકાર ઇમરોઝનું 97 વર્ષની વયે તેમના મુંબઈના ઘરે નિધન (Imroz No More) થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા. ઈમરોઝનું મૂળ નામ ઈન્દ્રજીત સિંહ હતું. અમૃતા પ્રીતમ સાથેના સંબંધો બાદ ઇમરોઝ ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા.

ઇમરોઝનો જન્મ વર્ષ 1926માં લાહોરથી 100 કિલોમીટર દૂર એક ગામમાં થયો હતો. ઇમરોઝે જગજીત સિંહની `બિરહા દા સુલતાન` અને બીબી નૂરનની `કુલી રહે વિચાર` સહિત ઘણા પ્રખ્યાત એલપીના કવર ડિઝાઇન કર્યા હતા.

ઇમરોઝના મૃત્યુ (Imroz No More)ની પુષ્ટિ તેના નજીકના મિત્ર અમિયા કુંવરે કરી હતી. તેણે જણાવ્યું હતું કે, "ઈમરોઝ થોડા દિવસોથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા."

અમૃતા પ્રિતમ અને ઇમરોઝની લવ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં રહી

તમને જણાવી દઈએ કે ઇમરોઝ અને અમૃતા પ્રિતમે લગ્ન કર્યા નહોતા પરંતુ 40 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા હતા. જ્યારે પણ ઇમરોઝની ચર્ચા થાય છે ત્યારે તેની સાથે અમૃતા પ્રિતમનું નામ પણ સામેલ થાય છે. આ બંનેની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહી હતી. સાહિર લુધિયાનવી ઉપરાંત અમૃતા પ્રિતમે પણ પોતાની આત્મકથા `રસીદી ટિકિટ`માં પોતાની અને ઇમરોઝ વચ્ચેના આધ્યાત્મિક સંબંધોને આલેખ્યા છે. 

એવું પણ કહેવાય છે કે અમૃતાના મૃત્યુ બાદ ઇમરોઝે લગભગ ગુમનામીભર્યું જીવન જીવ્યા હતા. 31 ઓક્ટોબર 2005ના રોજ અમૃતાનું અવસાન થયું હતું. ઇમરોઝની એક કલાકાર દ્વારા અમૃતા સાથે ઓળખ થઈ હતી. એવું પણ કહેવાય છે કે અમૃતા તેના પુસ્તકનું કવર ડિઝાઇન કરવા માટે કોઈને શોધી રહી હતી. અમૃતા પ્રિતમે પંજાબી અને હિન્દીમાં કવિતાઓ અને નવલકથાઓ લખી હતી.

એવું પણ કહેવાય છે કે અમૃતા અને ઇમરોઝની ઉંમરમાં સાત વર્ષનો તફાવત હતો. વર્ષ 2005માં અમૃતાનું અવસાન થયું હતું. મૃત્યુ પહેલાં અમૃતાએ ઇમરોઝ માટે એક કવિતા લખી હતી કે `હું તને ફરી મળીશ.` 

ઇમરોઝનો જન્મ 1926માં લાહોરથી 100 કિલોમીટર દૂર એક ગામમાં થયો હતો. ઇમરોઝે જગજીત સિંહની `બિરહા દા સુલતાન` અને બીબી નૂરનની `કુલી રહ વિચાર` સહિત અનેક પ્રખ્યાત એલપીના કવર ડિઝાઇન કર્યા હતા.

`રસીદી ટિકિટ`માં તો અમૃતા પ્રિતમ જણાવે છે કે ઇમરોઝ ત્રીજો માણસ હતો જે તેના જીવનમાં આવ્યો હતો. અમૃતા ઘણી વાર ઇમરોઝને કહેતી - `અજનબી, તુમ મુઝે ઝીંદગીકી શામ મેં ક્યોં મિલે, મિલના થા તો દોપહર મેં મિલતે’

ઇમરોઝે ભલે આજે આ દુનિયા છોડી દીધી (Imroz No More) હોય પણ તે બીજી દુનિયામાં અમૃતા પાસે જ ગયો હશે, તેમની પ્રેમ કહાની એવી નથી કે જે તેમના નિધન (Imroz No More) સાથે સમાપ્ત થઈ જાય. 

 

 

 

celebrity death mumbai news mumbai