મુંબઈમાં હળવો વરસાદ: IMDએ મધ્યમ વરસાદની કરી આગાહી

12 August, 2022 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શુક્રવારે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં મુંબઈમાં 9.54 મીમી, પૂર્વ ઉપનગરોમાં 23.49 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 26.35 મીમી વરસાદ નોંધાયો હતો

ફાઇલ તસવીર

શુક્રવારે સવારે મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો અને છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. જોકે, મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના કોઈ અહેવાલ નથી. અધિકારીઓએ આ માહિતી આપી.

તેમણે કહ્યું કે ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 24 કલાકમાં મુંબઈ અને ઉપનગરોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉપનગરીય ટ્રેનો અને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) બસો સહિતની જાહેર પરિવહન સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે.

શુક્રવારે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં મુંબઈમાં 9.54 મીમી, પૂર્વ ઉપનગરોમાં 23.49 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 26.35 મીમી વરસાદ નોંધાયો હતો, એમ મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું.

"હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને મુંબઈ અને ઉપનગરોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. આગાહી મુજબ, પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે." એમ મ્યુનિસિપલ અધિકારીએ કહ્યું હતું.

તેમણે કહ્યું કે “બપોરે 12.18 કલાકે અરબી સમુદ્રમાં 4.77 મીટરની ઊંચી ભરતી આવશે. મુંબઈમાં રવિવારે ભારે વરસાદ પડ્યો હતો અને છેલ્લા કેટલાક દિવસોમાં મહાનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો.”

mumbai mumbai news mumbai rains indian meteorological department