Mumbai: મુંબઇ અને થાણેમાં IMDએ કર્યો ઑરેન્જ અલર્ટ જાહેર

22 September, 2020 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Mumbai: મુંબઇ અને થાણેમાં IMDએ કર્યો ઑરેન્જ અલર્ટ જાહેર

મુંબઇ- થાણેમાં ઓરેન્જ અલર્ટ જાહેર

ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા મંગળવારે, 22 સપ્ટેમ્બરના મુંબઇ અને થાણેમાં ઑરેન્જ અલર્ટની જાહેરાત કરી છે. ઑરેન્જ અલર્ટ પૃથક સ્થાનો પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવે છે. આ દરમિયાન સોમવારે વીજળી સાથે છાંટા, અને વીજળી પડવાની સાથે જ કેટલાક વિસ્તારોમાં પવન સાથે યેલો અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

વરસાદની શક્યતા
કે એસ હોસલિકર, ઉપ-મહાનિદેશક (પશ્ચિમ) આઇએમડીએ કહ્યું, "મુંબઇ, થાણેમાં રવિવારે છેલ્લા 24 કલાકમાં સામાન્ય વરસાદ પડ્યો. ભાયંદર અને મીરા રોડના ઉપનગરો કે પશ્ચિમી ઉપનગરોના ઉત્તર ભાગના સ્ટેશન પર ભારે વરસાદ જોવા મળી. રવિવારે સવારે નોંધેલા આંકડા પ્રમાણે, આઇએમડી સાંતાક્રૂઝ વેદશાળામાં 12.4 મિમી વરસાદ નોંધવામાં આવ્યો, જ્યારે કોલાબામાં ફક્ત 2.8 મિમી વરસાદ થયો. જો કે થાણે અને મુંબઇમાં રવિવારે યેલો અલર્ટ જાહેર હતો, પણ સાંતાક્રૂઝ અને કોલાબા વ્યાવહારિક રૂપે જોવા મળ્યા."

પહેલા એ અનુમાન લગાડવામાં આવ્યું કે શહેરમાં 17 ડિસેમ્બર પછી થોડી વરસાદ થશે. નવા IMD અલર્ટ તે પ્રમાણે જ જોવા મળે છે. આ મહિનાની શરૂઆતમાં, મુંબઇ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ થયો. ડેટાએ સલાહ આપી કે શહેરમાં લગભગ 2,480 મિમી વરસાદ નોંધાયો.

mumbai mumbai news mumbai rains