શહેરમાં ગેરકાયદે હોર્ડિંગ્સની ભરમાર

29 December, 2011 05:19 AM IST  | 

શહેરમાં ગેરકાયદે હોર્ડિંગ્સની ભરમાર

 

જ્યારે સુધરાઈએ ૪૩૭ જેટલાં ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવી દીધાં હતાં. સુધરાઈના કુલ ૧૭ વૉર્ડમાં ૪૩૭ ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યાં; જ્યારે એ, બી, સી, ઈ, એચ (વેસ્ટ), આર (સાઉથ) તથા એન વૉર્ડને બાદ કરતાં અન્ય કોઈ પણ જગ્યાએ ડિપાર્ટમેન્ટે પગલાં નથી લીધાં. જોકે સુધરાઈ પાસે પૉલિટિકલ, ધાર્મિક તથા કમર્શિયલ હોર્ડિંગ્સ માટે પરમિશન લેવામાં આવે છે, પણ એના કરતાં ઘણાં વધુ હોર્ડિંગ્સ મૂકવામાં આવે છે. એક દિવસમાં ૫૦૦ જેટલાં ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવાય છે. જોકે એટલાં હોર્ડિંગ્સની સામે ૧૦થી ૨૦ જેટલી જ પરમિશન લેવામાં આવતી હોય છે.

બીએમસીના અધિકારીઓના મતે મોટે ભાગે આવાં ગેરકાયદે હોર્ડિંગ્સ રાત્રે લગાવાતાં હોવાથી તેમની વિરુદ્ધ કોઈ પગલાં લઈ નથી શકાતાં. ‘મિડ-ડે’ દ્વારા ગઈ જન્માષ્ટમીના દિવસે પ્રગટ કરવામાં આવેલા અહેવાલ મુજબ ૩૪૫ પરમિશન લેવામાં આવી હતી અને એની સામે ૪૦૦૦ કરતાં વધુ ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં. સુધરાઈએ કુલ ૧૩૯૪ જેટલાં હોર્ડિંગ્સ હટાવ્યાં હતાં. ત્યાર બાદ શિવસેનાના વડા બાળ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે કાર્યકરોએ હજારોની સંખ્યામાં પોસ્ટરો લગાડીને નિયમનો ભંગ કર્યો હતો. શિવસેનાએ એ માટે પરમિશન માત્ર ૪૨ની જ લીધી હતી.