શિર્ડીમાં મંદિર ખૂલ્લું મુકાયું તો રોજ ૩૫૦૦ ભાવિકો જ દર્શન કરી શકશે 

05 July, 2020 12:34 PM IST  |  Mumbai | Agencies

શિર્ડીમાં મંદિર ખૂલ્લું મુકાયું તો રોજ ૩૫૦૦ ભાવિકો જ દર્શન કરી શકશે 

રાજ્ય સરકારે હજી સુધી ધાર્મિક સ્થળોને દર્શન માટે ખોલવાની પરવાનગી આપી નથી. સાંઈબાબાનું મંદિર પણ હજી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું નથી, પરંતુ જો મંદિર ખુલ્લું મુકાશે તો ભાવિકોએ સર્વ નિયમોનું પાલન કરવું પડશે, જેને લીધે દર્શનનો લાભ મેળવનારા ભાવિકોની સંખ્યામાં પણ નોંધનીય ઘટાડો થવાની સંભાવનાને પગલે અનેક ભક્તોએ લાઇનમાં પ્રતીક્ષા કરવી પડી શકે છે.
નવી યોજના મુજબ લૉકડાઉન પહેલાંના સરેરાશ ૫૦,૦૦૦ની સામે દિવસના માત્ર ૩૫૦૦ ભાવિકો જ દર્શન કરી શકશે. પરિણામે ગિરદી વધવાની સંભાવના છે. નવા વાતાવરણમાં શિર્ડી સંસ્થાન સંપૂર્ણપણે સજ્જ છે અને સરકાર દ્વારા લાગુ કરાયેલા તમામ નિયમોનું પાલન કરતાં દર્શન માટે નવી વ્યવસ્થા કરવામાં આવી છે.

mumbai mumbai news shirdi