‘સરકારે ભાઈને સ્ટેશને આવવાની સુવિધા આપી હોત તો એ બચી જાત’

16 May, 2020 09:38 AM IST  |  Mumbai | Diwakar Sharma

‘સરકારે ભાઈને સ્ટેશને આવવાની સુવિધા આપી હોત તો એ બચી જાત’

કોરોનાવાયરસ

શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પકડવા માટે ગુરુવારે સાંજે પોતાના રહેઠાણથી ૩૦ કિલોમીટર પગપાળા ચાલીને રાજસ્થાનના ૪૫ વર્ષનો સ્થળાંતરી મજૂર વસઈ રોડ રેલવે-સ્ટેશન નજીક ઢળી પડતાં મૃત્યુ પામ્યો હતો. આ મામલામાં મૃતકના ભાઈઅે સરકારે સ્ટેશને આવવા મદદ કરી હોત તો ભાઈ બચી ગયો હોત અેવી લાગણી વ્યક્ત કરવાની સાથે આ મામલામાં તપાસની માગણી કરી છે.
મૃતકની ઓળખ નજીકના થાણે જિલ્લાના ભાઈંદરમાં રહેતા હરીશ ચંદેર શંકરલાલ તરીકે થઈ હતી. રાજસ્થાનમાં પોતાના વતન જવા માટે હરીશ પાસે સ્ટેશન સુધી પહોંચવા માટે ઑટોરિક્ષા કે અન્ય કોઈ વાહન ભાડે કરવા માટેનાં નાણાં ન હોવાથી ગુરુવારે હરીશે વસઈ રોડ સ્ટેશને શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પકડવા માટે તેના ઘરેથી ત્યાં સુધીનું ૩૦ કિલોમીટર જેટલું અંતર ચાલીને કાપ્યું હતું.

કોરોના કાઉન્ટ:

મુંબઇ
ગઈ કાલે મળેલા નવા કેસ 933, ગઈ કાલે મરનારની સંખ્યા 34, કોરોનાના કુલ કેસ 17671, કુલ મરણાંક 655

મહારાષ્ટ્ર
ગઈ કાલે મળેલા નવા કેસ 1576, ગઈ કાલે મરનારની સંખ્યા 49, કોરોનાના કુલ કેસ 29100, કુલ મરણાંક 1068

mumbai mumbai news diwakar sharma coronavirus covid19