વસઈ-વિરારની જનતાની અડચણ દૂર કરવા લયભારી આઇડિયા

25 September, 2020 12:15 PM IST  |  Mumbai | Mumbai correspondent

વસઈ-વિરારની જનતાની અડચણ દૂર કરવા લયભારી આઇડિયા

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીના કારણે લૉકડાઉન જાહેર કરાતાં મોટા ભાગના લોકો વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે. વર્ક ફ્રૉમ હોમ કરતી વખતે લોકોને અનેક અસુવિધાનો સામનો કરવો પડે છે. ઘર નાનું હોવાથી ઘરે કામમાં અડચણ ઊભી થતી હોય છે. ઇન્ટરનેટની જરૂર પડે, પરંતુ લોકો માટે એ ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે. એથી જનતાની સમસ્યાઓને દૂર કરવા માટે અને વસઈ-વિરારના લોકોને દૂર પ્રવાસ કરીને અડધો પગાર ખર્ચ કરવો ન પડે એટલે નાલાસોપારાના ધારાસભ્ય દ્વારા એક અનોખો ઉપક્રમ શરૂ કરાયો છે. ધારાસભ્યએ લોકોને તેમની ઑફિસ સહિત વિરારની કૉલેજ, ભવનમાં ફ્રીમાં બેસવાની જગ્યા સાથે વાઇ-ફાઇ, ઇન્ટરનેટ કનેક્શન, અવરોધ વગરની વીજળી સપ્લાય દરેક સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને સુવિધા પૂરી પડાશે. વિવિધ જગ્યાએ આવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે અને ૩૦ હજાર લોકો બેસી શકે એટલી કૅપેસિટી પણ હશે. ફક્ત પહેલા જ દિવસે ૮૫૦થી વધુ લોકોએ પોતાને રજિસ્ટર કરાવ્યા છે.
આ ઉપક્રમ વિશે કેવી રીતે વિચાર આવ્યો એ વિશે જણાવતાં ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લૉકડાઉનના કારણે છેલ્લા અનેક મહિનાઓથી લોકો તેમના ઘરેથી કામ કરે છે. જ્યારે અનેક લોકો નોકરી બચાવવા આઠ હજાર સુધી ખર્ચો કરીને લાંબા અંતરે ટ્રાવેલિંગ કરીને મુંબઈ બાજુએ જતા હોય છે, જેથી પગારમાંથી પાંચથી દસ હજાર રૂપિયા બચતા હોય છે. ઘરે બાળકો, પરિવારના સભ્યો વચ્ચે કામ કરવું બહુ જ મુશ્કેલ બનતું હોય છે. ઘર નાનું હોવાથી કામ પણ કરી શકતા નથી. આ બધાને ધ્યાનમાં લઈને અને ઑફિસ જેવા વાતાવરણમાં માટે છેલ્લા ઘણા વખતથી વિચારી રહ્યા હતા. વસઈ, નાલાસોપારા, વિરારમાં સેન્ટરો ચાલુ કરાયા છે.’

mumbai mumbai news vasai virar