આઇસીએસઇ બોર્ડે પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કર્યું

23 May, 2020 08:13 AM IST  |  Mumbai | Pallavi Smart

આઇસીએસઇ બોર્ડે પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કર્યું

માર્ચ મહિનામાં એક કેન્દ્રની બહાર દસમાના વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર

આઇસીએસઇ (ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન)  દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના સ્ટુડન્ટ્સની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરાતાં તેમની દ્વિધાનો અંત આવ્યો છે.

સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય સુરક્ષાના નિયમોનું ધ્યાન રાખીને જુલાઈ મહિનામાં પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષા ખંડમાં પ્રવેશ કરતાં તેમ જ નીકળતી વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ માટે ફેસ માસ્ક પહેરવો તથા હૅન્ડ સૅનિટાઇઝર સાથે રાખવું ફરજિયાત રહેશે.

દસમા ધોરણની પરીક્ષા ૨થી ૧૨ જુલાઈ દરમ્યાન લેવાશે, જેમાં પાંચ મુખ્ય પેપર્સ અને પસંદગીના જૂથ ૩ના કેટલાક વિષયોનો સમાવેશ કરાશે, ધોરણ બારમાની પરીક્ષા ૧થી ૧૪ જુલાઈ દરમ્યાન લેવાશે, જેમાં કુલ આઠ પેપરોને આવરી લેવામાં આવશે.

આઇસીએસઇના ચીફ એક્ઝિક્યુટીવ અને સેક્રેટરી ગેરી એરેથોને સરક્યુલરમાં જણાવ્યું હતું કે પરીક્ષાખંડમાં સરળતાથી ભીડ કર્યા વિના જઈ શકાય તે માટે પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી જવાનું રહેશે.

પરીક્ષાર્થીઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે, ફેસ માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે તથા પોતાનું હેન્ડ સૅનિટાઇઝર લાવવાનું રહેશે. જો કે હૅન્ડ ગ્લવ્ઝનો ઉપયોગ મરજિયાત રહેશે. લખવા માટેની સામગ્રી અન્યો સાથે શૅર ન કરતાં પ્રત્યેક પરીક્ષાર્થીએ પોતે લાવવાની રહેશે.

પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે તેમ જ સૂચનો પણ સરક્યુલેટ કરાયાં છે ત્યારે મુંબઈ અને આસપાસના વિસ્તારોના વાલીઓ વાસ્તવમાં પરીક્ષા થશે કે નહીં તે વિશે ચિંતિત છે. યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકાર જુલાઈમાં થનારી મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ કરવા વિચારી રહી છે, ત્યારે સ્કૂલોને પરીક્ષા લેવાની પરવાનગી મળશે કે નહીં તે મુખ્ય પ્રશ્ન છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown