ICICI બૅન્ક લાવી છે કૅશલેસ ખરીદી માટેની ટૅપ-n-પે સુવિધા

21 April, 2015 03:37 AM IST  | 

ICICI બૅન્ક લાવી છે કૅશલેસ ખરીદી માટેની ટૅપ-n-પે સુવિધા




ટૅપ-n-પે નામની આ પેમેન્ટ સર્વિસ મારફત કોઈ પણ બૅન્કના ખાતેદારો રોકડનો ઉપયોગ કર્યા વગર પેમેન્ટ કરી શકે છે. આમ કોઈ પણ ખરીદી માટે NFC આધારિત ટૅગ અથવા તો NFC ધરાવતા મોબાઇલ ફોનની મદદથી પેમેન્ટ કરી શકાય છે.

ICICI  સહિતની તમામ બૅન્કોના ગ્રાહકો ટૅપ-n-પેના પ્રી-પેઇડ અકાઉન્ટ માટે નામ નોંધાવી શકે છે. એમાં કોઈ પણ બૅન્કમાંથી ઑનલાઇન ટ્રાન્સફર કરી શકાય છે. ICICI ના ગ્રાહકો SMS મારફત ટૅપ-n-પે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

શરૂઆતમાં કંપનીઓનાં મોટાં કૅમ્પસમાં એનો ઉપયોગ કરી શકાશે. ICICI  બૅન્ક અને ટેક મહિન્દ્ર એને દેશભરમાં ફેલાવવાનું આયોજન ધરાવે છે.

NFC શું છે?

NFC એટલે કે નિયર ફીલ્ડ કમ્યુનિકેશન્સ એ વાયરલેસ ટેક્નૉલૉજી છે. એના રીડર ચાર ઇંચ જેટલી જ રેન્જમાં કામ કરી શકે છે. NFC ટૅગ અર્થાત ચિપને કોઈ પણ વસ્તુમાં ફિટ કરી શકાય છે. સામાન્ય રીતે એ કીચેઇન કે બિલ્લા (બૅજ) જેવી દેખાય છે. ઘણા મોબાઇલ હૅન્ડસેટમાં પણ એ ઉપલબ્ધ હોય છે. પેમેન્ટ કરતી વખતે એના માટેના ઉપકરણની સામે મોબાઇલ ધરવાથી અથવા ટૅગ ટપારવાથી પેમેન્ટ થઈ જાય છે. ICICI  બૅન્કની આ સુવિધાનો ઉપયોગ કરવા માટે મોબાઇલ મની ઍપ્લિકેશન હોવી જરૂરી છે.