હું મારા કામમાં વ્યસ્ત હતી મને નથી ખબર રાજ શું કરતા હતાઃ શિલ્પા શેટ્ટી

17 September, 2021 12:01 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શિલ્પા શેટ્ટીનું નિવેદન નોંધ્યું છે.

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 23 જૂલાઈએ શિલ્પા શેટ્ટીનું નિવેદન નોંધ્યું છે. આજતક ડોટ.કોમના અહેવાલ મુજબ શિલ્પા શેટ્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે રાજ કુન્દ્રાને તેના કામ વિશે પુછતી નહોતી. તે ખુદ પોતાના કામ વ્યસ્ત હતી. તેણીએ જણાવ્યું હતું કે તેને હૉટશૉટ એપ વિશે કોઈ જ જાણકારી નથી. ઉલ્લેખનીય છે કે રાજ કુન્દ્રા હાલ જેલમાં બંધ છે. 

પોર્ન ફિલ્મ કેસ મામલે શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને કહ્યું કે, `2019માં રાજ કુન્દ્રાએ કંપની Armsprime મીડિયાને જોઈન કર્યુ હતું. સૌરવ કુશવાહા તેમના પાર્ટનર હતા. આ કંપની પુનમ પાંડે જેવી અભિનેત્રીઓના શોર્ટ વીડિયો બનાવતી હતી, જેમાં અભિનેત્રીઓ એક્સપોઝ કરતી હતી. આ બધું તેમની મરજીથી થતું હતું. મેં રાજને આના વિશે પૂછ્યું હતું, તેમણે કહ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મ પર સારુ ચાલી રહ્યું છે અને સારો નફો પણ થઈ રહ્યો છે. ત્યાર બાદ રાજ કેટલાક કારણોસર સૌરવ કુશવાહાથી અલગ અલગ થઈ ગયા હતાં.`

શિલ્પા શેટ્ટીએ કહ્યું કે,  તે આરોપી ઉમેશ કામથને ઓળખે છે કારણ કે તે તેની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હતો. ફેબ્રુઆરીમાં જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે શિલ્પાએ રાજ કુન્દ્રાને આના વિશે પૂછ્યું હતું.  તે સમયે રાજે શિલ્પાને કહ્યું હતું કે કામથ અલગથી ગેહના વશિષ્ઠ સાથે કામ કરે છે અને પોર્ન વીડિયો ક્રિએટ કરી તેને વેચે છે, જેના લીધે તેની ધરપકડ થઈ હોવાનું રાજે શિલ્પાને જણાવ્યું હતું. શિલ્પાએ વધુમાં જણાવ્યું કે તે એપ્લિકેશન બૉલીફેમ વિશે કંઈ જ જાણતી નથી. 

હૉટશૉટનો ઉલ્લેખ કરતાં શિલ્પાએ કહ્યું કે, `મને હવે ખબર પડી કે વિયાન ઈન્ડસ્ટ્રીઝના માધ્યમથી હૉટશૉટ એપને ક્રિએટ કરવામાં આવી હતી અને પોર્ન વીડિયો બનાવવામાં આવતાં હતા. ત્યાર બાદ તેને પ્રદીપ બખ્સીને વેચવામાં આવતા હતાં. હું મારા કામમાં વ્યસ્ત હતી અને હું મારા પતિને એ નહોતી પુછતી કે તે શું કરી રહ્યાં છે. તે મને તેના વિશે કંઈન જ નહોતાં જણાવતાં, મને આ મામલે કંઈ જ ખબર નથી.`

પોલીસે જણાવ્યું હતું કે કુંદ્રા અને થોર્પે અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે કાવતરું કરીને આર્થિક રીતે નબળી યુવતીઓનો લાભ લીધો હતો, જે ફિલ્મ ઉદ્યોગમાં સંઘર્ષ કરી રહી હતી અને તેમની સાથે અશ્લીલ ફિલ્મો બનાવી હતી. અશ્લીલ વીડિયો પછી વિવિધ વેબસાઇટ્સ તેમજ મોબાઇલ એપ્લિકેશન્સ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, કુન્દ્રા અને થોર્પેની 19 જુલાઈએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે. તેમની જામીન અરજી મુંબઈ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે.

mumbai mumbai news shilpa shetty raj kundra mumbai crime branch