નરેન્દ્ર મોદીનું વચન : મહારાષ્ટ્રને ગુજરાતથી પણ આગળ લઈ જઈશ

05 October, 2014 05:03 AM IST  | 

નરેન્દ્ર મોદીનું વચન : મહારાષ્ટ્રને ગુજરાતથી પણ આગળ લઈ જઈશ



બીડમાં શું કહ્યું?

ગોપીનાથ મુંડે જો જીવતા હોત તો મારે મહારાષ્ટ્રમાં સભા લેવાની જરૂર ન પડત. તેઓ મારા નાના ભાઈ હતા.

કૉન્ગ્રેસ-NCPએ છેલ્લાં ૧૫ વર્ષમાં મહારાષ્ટ્રને કાંઈ આપ્યું નથી. આ સરકારે એક ખેડૂત, મહિલા અને બૅકવર્ડ ક્લાસને કોઈ મદદ ન કરીને આખી પેઢીને ખલાશ કરી નાખી છે.

અનેક મુખ્ય પ્રધાનો બદલાયા અને જે મુખ્ય પ્રધાનો બન્યા તેમણે તો પોતાનાં સપનાં પૂરાં કર્યા, જનતાના નહીં.

મહારાષ્ટ્રમાં છેલ્લાં ૧૫ વર્ષથી ‘કૌન બનેગા અરબપતિ’નો ખેલ ચાલી રહ્યો હતો. આ રાષ્ટ્રવાદીઓ નહીં, ભ્રષ્ટાચારીઓ છે.

મહારાષ્ટ્રની ભૂમિ શિવ છત્રપતિની ભૂમિ છે અને ગુજરાતની તુલનાએ મહારાષ્ટ્ર અમારો મોટો ભાઈ છે.

મારે મહારાષ્ટ્રને ગુજરાતની આગળ લઈ જવું છે.

રાજ્યની તિજોરી ખાલી હશે તો બાકી રહેલા પૈસાથી મહારાષ્ટ્રનું ભવિષ્ય ઘડીશું.

મુંબઈ-અમદાવાદ માટેની હાઈ-સ્પીડ ટ્રેન માટે જપાન મદદ કરવાનું છે.

(સભા પૂરી થયા પછી) સાથે લઈ આવ્યા હોય એ પાણીની બૉટલો અને પેપર ગમે ત્યાં ન નાખતા. સ્વચ્છતા રાખજો.

ઔરંગાબાદમાં શું કહ્યું?

મહારાષ્ટ્ર વૈશ્વિક નકશા પર આવવું જોઈએ અને એ માટે જનતાએ અમને સપોર્ટ કરવો જોઈએ.

છેલ્લાં ૩૦ વર્ષમાં પહેલી વાર ભારતમાં કોઈ સિંગલ પાર્ટીએ બહુમતીથી સરકાર બનાવી છે.

મહારાષ્ટ્ર એક સમયે દેશના તમામ ખૂણાના લોકોને રોજગારી પૂરી પાડતું હતું અને આર્થિક રીતે દેશનું સેન્ટર ગણાતું હતું, પણ હવે એ ક્યાં છે?

ઔરંગાબાદમાં એક ટૂરિસ્ટ-સ્પૉટ છે ત્યારે જગપ્રસિદ્ધ અજંટા-ઇલોરાની ગુફાઓને ચોખ્ખી રાખવી જોઈએ જેથી ત્યાં વધુમાં વધુ ટૂરિસ્ટો આવે.